કાણોદરની વૃદ્ધાને બાંધકામની મંજૂરી આપવામાં તંત્રને કયો ગ્રહ નડી રહ્યો છે?

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર તાલુકાના કાણોદર ગામની વયોવૃધ્ધ હુસેનાબેન મહમદભાઈ પલાસરા જેઓની પોતાની માલિકીની સર્વે નંબર ૨૩૬ અને આકારણી નંબર ૧૧૧૪૪ વાળી મિલકત આવેલી છે. જે જગ્યામાં બાંધકામ બાબતે અરજદારે કાણોદર ગામ પંચાયતમાં બાંધકામ મંજૂરી માંગેલ પરંતુ તે સમયની બોડીમાં સરપંચ તથા તલાટીએ તેમને મૌખિક સૂચના આપેલ કે, અત્યારે કોરોના કાળ ચાલતો હોય સરકારની ગાઈડ મુજબ સરકારી કામકાજ હાલમાં બંધ હોય તમો બાંધકામનું કામકાજ ચાલુ કરી દો અનેપછી તમને લેખિતમાં બાંધકામની
મંજૂરી આપવામાં આવશે. ત્યારબાદ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થતા નવી બોડી રચાતા અરજદારનું ચાલુ બાંધકામપંચાયતે તારીખ ૦૮/૦૩/૨૦૨૨ ના રોજ નોટીસ આપી બંધ કરાવેલ. ત્યારબાદ અરજદારે પંચાયતમાં આવી નવેસરથી બાંધકામ ની મંજૂરી મેળવવા સરકારી નીતિ નિયમ મુજબ દંડનીય જે કંઈ રકમ ભરવા પાત્ર હોય તે આપવા ની સંમતિ સાથે અરજદારે ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં બાંધકામની મંજૂરી માગેલી છે. પરંતુ આજ દિવસ સુધી કોઈ મંજૂરી મળેલ નથી આથી તેમનું બાંધકામ નું કામકાજ અટકી ગયેલ છે જે બાબતે જિલ્લા વિકાસ અધિકારી યોગ્ય તપાસ કરાવી ન્યાય આપવા આવે તેવી અરજદારની માંગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.