સમસ્યાનો અંત ક્યારે? : જુનાડીસા હાઇવે પર આવેલ ભોપાનગર રેલવે ફાટક મેન્ટેનન્સને લઈ બંધ રહેતા વાહન ચાલકો અટવાયા
નવરાત્રીના પર્વ વચ્ચે ફાટક ની બન્ને બાજુ હાઇવે પર વાહનોની લાંબી લાઈન લાગી: ડીસા પાટણ હાઇવે પર આવેલ ભોપાનગર નજીક ની રેલવે ફાટક વારંવાર બંધ થઈ જતા વાહનચાલકો ભારે હેરાનગતિ ભોગવી રહ્યા છે ત્યારે ગુરૂવારના રોજ ફાટકના રીપેરીંગ ના કામકાજની લઈ ફાટક બંધ રાખવામાં આવતા અનેક વાહન ચાલકો અઠવાડિયા હતા. રેલવે તંત્ર દ્વારા કોઇ આગોતરી જાણ કે સૂચના વગર ફાટક બંધ રખાવતા દૂર દૂરથી આવતા અનેક વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવવાનો વારો આવ્યો હતો.
ડીસા થી પાટણ હાઇવે પર જુનાડીસા સહિત અનેક મોટા ગામડાઓ આવેલ છે જેના કારણે સતત વાહનો થી ધમધમતાં હાઇવે પર વારંવાર ફાટક બંધ થઈ જતાં વાહનો ની પણ લોબી કતારો લાગી ગઇ હતી અને કલાકો સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો
ભોપાનગર રેલવે ફાટક આજુબાજુ દબાણ દારો નો પણ રાફડો ફાટ્યો: સતત ટ્રાફિકની સમસ્યાથી ઘેરાયેલી ભોપાનગર રેલવે ફાટકની આજુબાજુ દબાણદારોનું પણ રાફડો કાઢતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગ્રંથ દ્વારા હવા દબાણદારો દૂર કરી વહનતા લોકોને પડતી અગડતા દૂર કરે તેવી માંગ છે.
રેલવે ફાટકને બદલે ઓવર બ્રિજ બનાવવાની વર્ષોજૂની માંગ : રેલવે ફાટકની કાયમી સમસ્યા નો ઉકેલ મેળવવા માટે ઓવરબ્રિજ ની જરૂરિયાત છે પરતુ પ્રજાની હાલાકી દૂર કરવાનો વિચાર સુધ્ધા તંત્રના બાબુઓ કરતા નથી કેન્દ્ર સરકાર ના રેલ્વે વિભાગ ના અનેક પ્રશ્નો નો કોઈ જ ઉકેલ નથી આવી રહ્યો જેનો ભોગ આમ પ્રજાજનો બની રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લા ની નબળી નેતાગીરી પણ કારણભૂત: રેલવે ફાટક ની સમસ્યા ભોગવતા પ્રજાજનો માટે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાની નબળી નેતાગીરી પણ કારણભૂત બની રહી છે ઓવરબ્રિજ ની સૈદ્ધાંતિક મજૂરી સાથે ટૂંક સમયમાં કામ શરૂ થાય તેવા વાયદાઓ વચ્ચે આજે અનેક સમય વિતવા આવ્યો છે પરંતુ હજુ ના કોઈ ઠેકાણા નથી
Tags Bhopanagar Junadisa problem railway