હવામાન વિભાગની ઢાઢક આપતી આગાહી; બનાસકાંઠા જિલ્લામાં કાળઝાળ ગરમીથી મોટી રાહત મળશે
ડીસા સહિત જિલ્લામાં મહત્તમ તાપમાનમાં ધટાડો નોંધાયો | મહત્તમ તાપમાન 40 ડિગ્રી નીચે જતા લોકોને ગરમી માંથી મોટી રાહત વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો | આ વર્ષે વહેલો વરસાદ થવાની શક્યતાઓ
ભારે પવન ફુકાવા ને લઇ જીલ્લાના અનેક વિસ્તારોમાં ધૂળ ભરી હળવી આંધી ની પણ સંભાવના: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી ચામડી દઝાડતી ગરમીથી લોકો માટે ઘરની બહાર નિકળવું મુશ્કેલ બની રહ્યું હતું ત્યારે હવામાન વિભાગ દ્વારા રાહત આપતા સમાચાર જોવા મળી રહ્યા છે જેમાં બનાસકાંઠા જિલ્લા સહિત રાજયમાં મહત્તમ તાપમાનમાં ધટાડા સાથે ગરમી માંથી રાહત મળી રહશે લોકો કાળઝાળ ગરમીથી છુટકારો મળે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ત્યારે તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાઇ રહ્યો છે જેના કારણે આગામી દિવસોમાં કાળઝાળ ગરમી માંથી મોટી રાહત મળી શકે છે આ ઉપરાંત બુધવારની વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવતાં જોવા મળ્યો હતો જેમાં આકાશમાં વાદળો ઘેરાતા અને તેની સાથે દિવસભર તેજ પવન ફૂંકાતા જિલ્લા વાસીઓને ગરમીમાંથી મોટી રાહત મળી હતી છેલ્લા કેટલાક દિવસોથી ઉચકાયેલા તાપમાન બાદ ધટાડો જોવા મળી રહ્યો છે. બે દિવસમાં મહત્તમ તાપમાનમાં ૫ ડીગ્રી ધટાડો નોંધાયો છે. જેના કારણે આગ ઓકતી ગરમી થી પ્રજાજનોને મોટી રાહત મળી છે.
પવનની દિશા બદલાતા મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો : હવામાન વિભાગ આ અંગે ડીસા હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. કે છેલ્લા કેટલાક દિવસોથી મહત્તમ તાપમાન ૪૪ થી ૪૫ ડીગ્રી આસપાસ જોવા મળી રહ્યું હતું. પરંતુ પરંતુ પવનની દિશા દક્ષિણ પશ્ર્ચિમ એટલે કે સમુદ્ર તરફથી ભેજવાળા પવનો ફુંકાવા ના કારણે મહત્વ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધ્યું છે જેથી ગરમી માંથી લોકો ને રાહત મળી રહી છે.
રાજ્યના ચાર જિલ્લાઓમાં પવન ને કારણે ધૂળની હળવી આંધી ઊઠવાની શક્યતાઓ: હવામાન વિભાગના દ્વારા આપેલા સમાચાર મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં કાળજાળ ગરમીમાંથી છુટકારો મળશે પરંતુ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન ફુગાવાની શક્યતાઓ રહેલી છે જેમાં બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં તેજ પવનને લઈને ધૂળની હળવી આંધી ઉઠવાની પણ શક્યતાઓ દર્શાવી છે.
બનાસકાંઠા જિલ્લામાં બે દિવસમાં મહત્તમ તાપમાન ના પારા માં પાંચ ડિગ્રી નો ધટાડો થયો : બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે જેમાં સોમવારે ડીસા નું મહત્તમ તાપમાન 44.3 ડિગ્રી હતું જેમાં મંગળવારે 2.5 ડિગ્રીના ઘટાડા સાથે 41.8 ડીગ્રી થયું હતું જે બુધવારે પણ 2.5 ડીગ્રી ધટતા વીસ દિવસ બાદ પ્રથમવાર મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી નીચે એટલે કે 39.3 ડિગ્રી નોંધાયુ છે.