અંબાજી પંથકમાં પાણી પાણી : માર્ગો ખાડાવાળા હોવાથી ભરેલા પાણીમાં ચાલવું પણ જોખમકારક
યાત્રાધામ અંબાજીમાં માત્ર એક દિવસના વિરામ બાદ ફરી ત્રીજા દિવસે વરસાદે ધમાકેદાર એન્ટ્રી થઇ છે દિવસભર ની ભારે ગરમીના ઉકળાટ બાદ ભારે મેઘ વરસવાની શરૂઆત થઇ હતીને જોતજોતામાં વરસાદએ અંબાજી પંથકમાં પાણી પાણી કરી નાખ્યું હતું ભારે ગાજવીજને બિહામણા વાદળોના ગગડાટ સાથે પડેલા આ વરસાદે રસ્તાઓ સુમસામ કરી દેતા જાણે એકલા પાણીનું રાજ હોય તેમ રસ્તાઓ ઉપર નદીઓ વહી રહી હતી તો ક્યાંક વાહનો પણ પડી જવાની ઘટના જોવા મળી હતી રાહદારીઓ ને આ વરસાદ ના પગલે રસ્તો પાર કરવો પણ મુસ્કેલ બન્યો હતો.
જયારે મુખ્ય હાઇવે માર્ગ પાણી માં ગરકાવ થતા નાના મોટા અને વાહનો ની લાંબી કતાર જોવા મળી હતી ને તેમાં પણ અનેક વાહનો ખોત્વાયા હતા અંબાજી માં પડેલા વરસાદ ના પગલે કેટલીક ધર્મશાળાઓ ને સોસાયટી માં પણ પાણી નું રાજ જોવા મળ્યું હતું મહત્વ ની બાબત તો એ છે કે અંબાજી માં મહતમ માર્ગો ખાડાવાળા હોવાથી ભરેલા પાણીમાં ચાલવું પણ જોખમકારક રેહતું હોય છે જોકે હજી પણ કળા ડીબાંગ વાદળો ની ગર્જના રાત્રે મોટી માત્રા માં ખાબકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
Tags Ambaji dangerous roads Water Water