થરાદના રડકાગામ પાસેની કેનાલ બાજુમાં પાઇપલાઇન માંથી પાણીનો વેડફાટ

બનાસકાંઠા
બનાસકાંઠા

થરાદના રાજસ્થાન સરહદે આવેલા છેવાડાના રડકા ગામની સીમમાંથી માવસરી જતી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડવાના કારણે ત્રણ વર્ષથી પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે.આથી તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.
થરાદ તાલુકાના રડકા ગામની સીમમાંથી રાજસ્થાન બોર્ડરને અડીને આવેલા વાવ તાલુકાના માવસરી ગામ સુધી પીવાના પાણીની પાઇપલાઇન નાખવામાં આવેલી છે.પરંતુ થરાદ તાલુકાના રડકા ગામની સીમમાં પાઇપલાઇનમાંથી લિકેજ થવાના કારણે છેલ્લા ત્રણ વર્ષથી ગામની સીમમાં કેનાલ પાસે પાણીનો ભરાવો થવા પામ્યો છે.બેફામ વેડફાટ થતા પાણીના કારણે છેવાડાના ગામોમાં પાણી પુરવઠો ઓછો અને અનિયમિત મળતો હોવાની વ્યાપક ફરિયાદો પણ ઉઠતી હોય છે. વળી કેનાલ પાસે ભરાતા પાણીના કારણે કેનાલ અને ખેડુતોને પણ નુકશાન થવાની દહેશત ઉઠવા પામી છે.આ અંગે પગલાં ભરવામાં આવે તેવું પ્રજાજનો જણાવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.