સુજલામ સુફલામ કેનાલમાં પાણી મુદ્દે, દિયોદર પંથકના ખેડૂતો તાલુકા સદને ધરણા ઉપર ઉતર્યા

બનાસકાંઠા
બનાસકાંઠા

દિયોદર પંથકના ખેડૂતો મંગળવારે પાણી માટે મામલતદાર કચેરી આગળ ધરણાં પર બેઠા છે. હાલમાં રવિ સિઝન ટાંણે નર્મદા અને સુજલામ-સુફલામ સહિતની કેનાલો આધારીત ખેડૂતો પાક માટે પાણી મેળવવા મથામણમાં લાગ્યા છે. જોકે આ દરમ્યાન નર્મદા કેનાલમાં સિંચાઇનું પાણી છોડવાની વાત સામે સુજલામ-સુફલામ કેનાલમાં પાણી નહીં આવે તેવું જાણ્યું હતુ. જે બાદમાં સુજલામ કેનાલમાં પાણી છોડાવવા માટે ખેડૂતો ધરણાં પર બેઠા છે.
બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાના પાંચ ગામના ખેડૂતો સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે ધરણાં પર બેઠા છે. ગત દિવસોએ નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે પરીપત્ર કરી મોટા જથ્થામાં પાણી છોડવાનુ નક્કી કર્યુ હતુ. જોકે તેમાં માત્ર નર્મદા કેનાલમાં પાણી છોડવાની વાત સામે સુજલામ-સુફલામ કેનાલમાં પાણી નહીં આપવાનું પણ કહ્યું હતુ. આવી સ્થિતિમાં દિયોદર પંથકમાં સુજલામ કેનાલ આધારીત ખેડૂતો રોષે ભરાયા બાદ આજે મામલતદાર કચેરી આગળ સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે ધરણાં પર બેઠા હતા.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, નર્મદા સહિતના અનેક તાલુકાઓમાં સુજલામ-સુફલામનું નેટવર્ક આવેલુ છે. હાલ શિયાળુ સિઝનમાં ઘઉં, રાયડો, જીરૂં સહિતના પાકો પુરબહારમાં હોઇ પિયત માટે પાણીની જરૂરીયાત ઉભી થઇ છે. જેમાં નર્મદા કેનાલમાં પાણી મળવાની રાહત વચ્ચે સુજલામ-સુફલામ કેનાલને બાકાત રાખવામાં આવતાં સંબંધિત ખેડૂતો ચોંકી ગયા છે. આથી દિયોદરના પાંચ ગામના ખેડૂતો આજે મામલતદાર કચેરી આગળ ધરણાં પણ બેઠા છે. આ સાથે જ્યાં સુધી કેનાલમાં પાણી નહીં આવે ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતાં ચકચાર મચી ગઇ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.