વાવની “બે એફ.એચ.ડબલ્યુ” બહેનો કોરોના વોરીયર્સ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યૂઝ વાવ
એકમાસમાં વાવમાં કોરોનાના ૧રથી વધુ કેસો પોઝીટીવ આવતાં તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે. ત્યારે વાવ-૧માં આરોગ્ય વિભાગના એફ.એચ. ડબલ્યુ તરીકેની ફરજ બજાવતાં વી.ટી. અગ્રવાત (વિલાશબેન) વાવ-રમાં ફરજ બજાવતાં શારદાબેન હરિયાણી કોરોનાગ્રસ્ત વિસ્તારની જાત મુલાકાત લઈ કોરોના કીટ્‌સ પહેરી પીડીત અને સ્થળનું જાત નિરીક્ષણ કરી રહ્યા છે. વાવમાં ગલીએ ગલીએ ઘેર ઘેર ફરી કોરોનાને ભગાવવા માટે લોકોને માસ્ક પહેરવાનું, સોશ્યલડીસ્ટન્સ જાળવવાનું તેમજ બીન જરૂરી બહાર ન નીકળવાની સોનેરી સલાહ સૂચનો કરી રહ્યા છે. વધૂમાં આ આરોગ્ય વિભાગની બે બહેનો છેલ્લા રપ વર્ષથી સરહદી વાવ પંથકમાં એક યોધ્ધાની જેમ ખડે પગે ઉમદા સેવા આપી રહ્યા છે. પરંતુ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં છેલ્લા ૪ માસથી આ બે પરિચારીકા (નર્સ બહેનો) યોધ્ધાની માફક રાત – દિવસ લોકોની સેવા કાર્યરત બની કોરોના વોરીયર્સ બન્યા છે. વધૂમાં વાવ સ્થાનીક આંગણવાડી કાર્યકર વર્ષાબેન જયસ્વાલ પણ આ બંન્ને બહેનોને મદદરૂપ બની રહ્યા છે. તેમની કામગીરી પ્રશંસાને પાત્ર બની રહી છે. કોરોનાની પરિસ્થિતિને લીધે સૌરાષ્ટ્ર વિસ્તારની આ બે બહેનો પોતાના વતન કે પરિવારની પણ પરવા કરી નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.