પાલનપુરની નગરપાલિકાના વોર્ડ નબર એકની પેટા ચૂંટણી જાહેર

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર ચારની પછાત વર્ગની ત્રીજી બેઠક ની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા માં વોર્ડ નંબર ચારમાં પછાત વર્ગ ત્રણ બેઠકના નગરસેવકે કોઈ કારણસર પોતાના પદ પરથી રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી. જે ખાલી પડેલી એક બેઠક ભરવા રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આગામી તા.17 જુલાઈના રોજ ચૂંટણી નું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવશે. અને તા.22 જુલાઈ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. તા.24 જુલાઈના રોજ ફોર્મ ચકાસણી કરવામાં આવશે. અને તા.25 જુલાઈના રોજ ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. અને તા.6 ઓગસ્ટ રવિવારે મતદાન યોજાશે. તેમજ જરૂર પડે તા.7 મી ઓગસ્ટના રોજ પુનઃ મતદાન યોજાશે. અને આ પેટા ચૂંટણીની મતગણતરી તા.8 ઓગસ્ટ 2023 ના રોજ કરવામાં આવશે. જે પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. આમ પાલનપુર નગરપાલિકામાં ખાલી પડેલી એક બેઠકની પેટા ચૂંટણી જાહેર થતાં રાજકીય ગરમાવો આવી જવા પામ્યો છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.