સત્તા પરિવર્તન કરી મતદારો કોંગ્રેસ તરફી મતદાન કરશે : સંજય રબારી

ચૂંટણી 2022
ચૂંટણી 2022

(રખેવાળ ન્યૂઝ)ડીસા, ડીસા વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ દેસાઈને ઠેર ઠેર ભારે જન પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે ડીસાના ગ્રામ્ય વિસ્તારો સહિત શહેરી વિસ્તારમાં જન સભા ઓ સાથે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં રવિવારના દિવસે ડીસાના ઓઢવા સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં જનસભાઓનું આયોજન થયું હતું. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર સંજયભાઈ રબારીની સાથે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન તેમના પિતા ગોવાભાઇ રબારીએ પણ ઠેર ઠેર લોકોને મળી રહ્યા છે ત્યારે તેઓએ કહ્યું હતું કે મારે મતની સાથે સાથે તમારા સૌના દિલ પણ જીતવા છે આપ સૌને ખાતરી આપું છું કે સંજય પણ આપ સૌની વચ્ચે રહી આપના દરેક કાર્યમાં સહભાગી બનશે ત્યારે કોંગ્રેસ ના પંજા પર વધુને વધુ મતદાન કરી ભવ્ય વિજય અપાવશો તેવો મને વિશ્વાસ છે ૨૭ વર્ષથી રાજ કરતી ભાજપ સરકારે માત્ર વાતો જ કરી છે કોઈ નકકર કાર્યા કર્યા જ નથી.

ડીસા વિધાનસભાના ચૂંટણી પ્રવાસ દરમિયાન સંજયભાઈ રબારીએ કહ્યું હતું કે જાે જઈએ ત્યાં દરેક મતદારો અમારું સ્વાગત કરી રહ્યા છે અને મીઠો આવકાર આપી રહ્યા છે ત્યારે આ વર્ષે મતદારો પણ ચોક્કસ સત્તા પરિવર્તન કરી કોંગ્રેસ તરફી વધુમાં વધુ
મતદાન કરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.