થરાદ પંથકમાં (શ્વાન) ઉપર ફાયરિંગ કરી હત્યા કરાયાનો વિડિઓ વાઈરલ
પોલીસ દ્વારા જાણવા જોગ નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે મોકલાયો: થરાદ પંથકમાં બે પડોશીઓ વચ્ચે અંગત તકરાર થતાં એક કૂતરાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ કરતી ઓડિયો ક્લિપ અને વિડીયો પણ વાયરલ થવા પામ્યો હતો. આ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું ડીવાયએસપીએ જણાવ્યું હતું. આ બનાવને લઈને ચર્કચાર પ્રસરવા પામી હતી.
બનાસકાંઠા જિલ્લામાં પશુ પ્રાણી અને વન્ય જીવોને માર મારતા હોવાના કિસ્સાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં વધુ એક વિડિયો વાયરલ થતાં હડકંપ મચી ગયો છે. જેમાં થરાદ પંથકમાં કૂતરાને બંદૂક ગોળી મારી મોતને ધાટ ઉતારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતાં નો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. કૂતરાને બંદૂકથી ફાયરિંગ કરી ગોળી મારવાના પ્રકરણનો મુદ્દો થરાદ પોલીસ મથકે પહોંચ્યો હોવાની ચર્ચા પણ ઉઠવા પામી હતી.
આ અંગે થરાદના ડીવાયએસપી એસ.આર વારોતરિયાએ જણાવ્યું હતું કે ઘટના સાચી છે. પોલીસ દ્વારા જાણવા જોગ નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે મોકલાયો છે. આ અંગે પીઆઇ દ્વારા તપાસ પણ ચાલી રહી છે. પોલીસ દ્વારા આ કૃત્યમાં જવાબદારો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે અને પોલીસ ક્યારેય પણ પશુ પ્રત્યે ક્રૂરતા ચલાવી લેતી નથી તેમ જણાવી ઉમેર્યું હતું કે તપાસ બાદ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.
ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો અગાઉ ભારતમાલા હાઇવે પર ગૌવંશોને દોડાવી દોડાવીને માર મારતા હોવાનો વિડિઓ વાયરલ થયો હતો. આ સમગ્ર મામલે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. જોકે સમગ્ર મામલે પ્રાણી ઉપર અત્યાચાર કરનારને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
Tags Banaskantha Dhanera diyodar tharad