જળ સંચય કામગીરીને અભિયાનરૂપે લેવા બદલ ગામના યુવાનો અભિનંદનના હકદાર છે : કલેકટર

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર તાલુકાના મલાણા ગામની જિલ્લા કલેકટર આનંદ પટેલે મુલાકાત લઇ ગ્રામ લોકોના ખુબ જ ટૂંકા ગાળામાં જળ સંચય અભિયાનને વેગવંતુ બનાવવાના પ્રયાસોને બિરદાવ્યા હતા. કલેકટરે ગ્રામજનો સાથે મીટીંગ કરીને વર્તમાન સમયમાં જળ સંચયનું મહત્વ અને એની જરૂરિયાત વિશે ચર્ચા કરી હતી. કલેકટર આનંદ પટેલે મલાણા તળાવ ભરવા માટે થોડાક મહિનાઓ અગાઉ થયેલ આંદોલનને યાદ કરતાં જણાવ્યું હતું કે, આટલું મોટું આંદોલન થયું છતા તેમાં ભાગ લેનાર તમામ લોકોએ કોઇપણ અવ્યવસ્થા ન થાય કે કોઇ નાગરિકને તકલીફ ન પડે એ રીતે માંગણી કરી હતી. જે આ ખેડુતોમાં રહેલ શિસ્ત અને સંસ્કારના દર્શન કરાવે છે અને હું તેને વંદન કરું છું. તેઓએ જણાવ્યું કે, વહીવટીતંત્ર દ્વારા જેવી જ આ બાબત મુખ્યમંત્રીના ધ્યાને મુકવામાં આવી ત્યારે તેઓએ ત્વરીત ર્નિણય લઇ સંવેદનશીલતા દાખવીને આસપાસના વિસ્તારના લોકોને સ્પર્શતા આ પ્રશ્નને ઉકેલવા માટે તમામ પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી.
કલેકટરે કહ્યું કે, જિલ્લા વહીવટીતંત્ર સતત લોકોની તકલીફ દૂર કરવા માટે ચિંતિત રહે છે. જેમાં મલાણા ગામનો ખુબ સહકાર મળી રહ્યો છે. માત્ર પોતાના પ્રશ્નની રજૂઆત કરીને બેસી રહેવાને બદલે ગામના યુવાનોએ જળ સંચયની કામગીરી સ્વયંભૂ એક અભિયાન સ્વરૂપે ઉપાડી એ પ્રસંશનીય બાબત છે. પોતાના ગામનો પાણીનો પ્રશ્ન ઉકેલવા જળ સંચયના કામો માટે દિવસ-રાત એક કરતા યુવાનો અભિનંદનને પાત્ર છે. આવનારા દિવસોમાં મલાણા ગામ સમગ્ર વિસ્તાર માટે જળ સંચયનું ઉત્તમ ઉદાહરણ બનશે એવી આશા કલેકટર આનંદ પટેલે વ્યક્ત કરી હતી. જિલ્લા કલેક્ટર આનંદ પટેલે પાણીના ઉપલબ્ધ સ્ત્રોતોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અને વરસાદી પાણીનો સંગ્રહ કરવા તથા કુવા રિચાર્જ કરવા પર ભાર મુ્‌ક્યો હતો. તેઓએ નરેગા અંતર્ગત પણ વિવિધ લાભો લેવા માટે ગ્રામજનોને અપીલ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.