વાવ પંથકના ગ્રામીણ વિસ્તારના યુવકને માર મારતાનો વીડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતા હડકંપ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વાવ
સરહદી વાવ તાલુકાના ગ્રામીણ વિસ્તારના એવા ઉતરદીશાના ગામના એક શિક્ષક પુત્રને નગ્ન કરી માર મારી અને “મેકવોટર” પીવડાવતાનો વીડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. જાેકે વીડીયો ઉપર થી અનુમાન કરી શકાય છે કે આ યુવક પોતાની પ્રેમિકાને મળવા જતાં રંગે હાથે ઝડપાઈ જતા અધમ કૃત્ય કરવા બદલ મેથીપાક ચખાડ્યો છે જાેકે માર માર્યા બાદ યુવકને “મેકવોટર” પીવડાવી પોતાના ગામ જ્ઞાતિ અને પોતાના નામની પણ કબુલાત કરાવી દીધી છે. વીડીયો ઉપરથી એવુ તારણ કાઢી શકાય છે કે પ્રેમીકાને મળવા જતા આ યુવક પકાઈ ગયો છે. જાેકે આ વીડીયો કોણે ઉતાર્યો ? અને સોશ્યલ મીડીયામાં કોણે વાયરલ કર્યો ? તે બાબત ચર્ચા જગાવી રહી છે. હાલમાં સોશ્યલ મીડીયામાં ફરતા આવા બિભત્સ અને નગ્ન વીડીયોને જાેઈ લોકો ફીટકારની લાગણી વરસાવી રહ્યા છે. આ મુદો સમગ્ર સરહદી વાવ પંથકમાં ચર્ચાના એરણે ચડ્યો છે. ત્યારે યુવકના પરિવારજનો ભારે મુઝવણમાં મુકાયા છે.

Tags


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.