વાવ તાલુકા પંચાયતના પ્રમુખ – ઉપપ્રમુખ પદની ચૂંટણી જાહેર

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ, વાવ : વાવ તાલુકા પંચાયતના પ્રમુખ – ઉપપ્રમુખ પદના બીજાટર્મની ચૂંટણી આગામી તા.૯/૯/ર૦ર૦ ને બુધવારના રોજ ૧૧.૩૦ કલાકે તાલુકા પંચાયત વાવના સભાખંડમાં ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાશે
જે અનુસંધાને આગામી તા.૮/૯/ર૦ર૦ ને મંગળવારના રોજ (૧૧ થી ર) ના રોજ ઉમેદવારી પત્રો સક્રેટરી તાલુકા વિકાસ અધિકારી તા.પંચાયત વાવ સુધી પહોંચાડવાના રહેશે. એક સપ્તાહમાં વાવ તાલુકા પંચાયતમાં પ્રમુખ – ઉપપ્રમુખની ચુંટણીને લઈને રાજકીય ગરમાવો આવી ગયો છે.
જાેકે આ વખતની પ્રમુખપદની સીટ મહીલા સામાન્ય સ્ત્રી હોઈ તા.પંચાયતમાં ભાજપની ૧૧ મહિલા સદસ્યોને લઈને ભારે રાજકીય ગરમાવો જાેવા મળી રહ્યો છે. જાેકે પાર્ટી જે મહીલા ઉમેદવારને પ્રમુખપદનું મેન્ડેટ આપશે તેજ પ્રમુખપદનો તાજ સંભાળશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.