બનાસકાંઠામાં વાવ સરહદી વિસ્તારમાં સિંચાઈ માટેની પાણીની બૂમો ઉઠી

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં સિંચાઇ માટેના પાણીની બુમો ઉઠી છે..પાણી નહિ મળે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે..છેવાડાની કેનાલોમાં પાણી નહી મળતા 9 ગામના ખેડૂતોએ આક્રોશ સાથે રજૂઆત કરી કરી હતી. વાવના તાલુકાના લોદ્રણી ચોથાનેસડા..રાછેણા..સુઇગામના ..માધપુરા..મસાલી…લીંબુણી…બોરું..ધરેચાણા હરસડ સહતિ ગામોના 100 થી 150 ખેડૂતોએ સુઇગામ પ્રાંત કચેરી અને વાવ મામલદાર કચેરી લેખિત રજૂઆત કરી હતી.

આવેદનપત્રમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે છેલ્લા 5 વર્ષથી છેવાડાના ગામો સુધી અનિયમિત પાણી મળતું હતું..પણ ચાલુ સાલે બિલકુલ પાણી પહોંચ્યું નથી..મોરવાડા ડિસ્ટ્રીબ્યુટરમાંથી નીકળતી મસાલી,બોરું તેમજ લીંબુણી માઇનોર કેનાલોમાં છેવાડાના ખેડૂતોએ મોંઘાદાટ બિયારણોનું વાવેતર કર્યું હતુ.. પરંતુ કેનાલોમાં પાણી ચાલુ થયાના 20 દિવસ બાદ પણ છેવાડા સુધી પાણી પહોંચ્યું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.