વડગામની પગાર પ્રાથમિક શાળાના બે રૂમના તાળા તુટતા ખળભળાટ

બનાસકાંઠા
બનાસકાંઠા

વડગામમાં બસ સ્ટેન્ડ નજીક અને પોલીસના કવાર્ટર વચ્ચે આવેલ પગાર પ્રાથમિક શાળામાં ગત રાત્રિ દરમિયાન આચાર્યની ઓફીસ અને બાજુના રૂમના તાળા તુટ્યા હતા.જેમાં શાળાની ખુરશી પણ શાળાના પાછળના ભાગે આવેલ ઝાડ ઉપરથી મળી આવી હતી. પ્રાથમિક શાળા નંબર -૧ ના આચાર્ય રઘુભાઈ જેગોડાએ જણાવેલ કે સવારે શાળાના ટાઈમે હુ આવ્યો ત્યારે શાળાના બે રૂમના તાળાં તુટેલા હતા.તેથી અમે વડગામ પોલીસમાં જાણ કરી હતી અને પોલીસ શાળામાં આવીને તપાસ હાથ ધરી હતી. જેમા પોલીસની હાજરીમાં આચાર્યની ઓફીસ રૂમ અને બાજુની રૂમ ખોલતાં બે રૂમમાંથી કોઈ વસ્તુ ચોરાયેલ નથી.પરંતુ વડગામ ખાતે અગાઉ પણ ચોરોએ ચાર મકાનના તાળાં તોડયાં હતા. તેનો ભેદ હજી સુધી ઉકલાયો નથી. ત્યારે હાર્દસમા વિસ્તારમાં ચોરો દાવ અજમાવીને પોલીસને ચેલેન્જ કરતા હોય તેવુ લોક મુખે ચર્ચાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.