વડગામના ભાગરોડીયા પ્રાથમિક શાળાના બાળકોના જીવ જોખમમાં

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા વડગામ તાલુકાના ભાગરોડીયા ગામની શાળા 1954માં બની છે. જેથી પ્રાથમિક શાળા જર્જરિત બનતા 114 બાળકો અને 6 શિક્ષકોના જીવ જોખમમાં મુકાયા છે, અને બાળકો માટે કાળઝાળ ગરમીમાં અને ચોમાસામાં તૂટેલા પતરાઓમાં બેસી ભણવું મુશ્કેલ બની રહ્યું છે બનાસકાંઠા વડગામ તાલુકાના ભાગરોડીયા ગામની શાળાનાં ઓરડા ખૂબ જ જુના અને એકદમ જર્જરિત અવસ્થામાં છે.દરેક રૂમમાંથી પતરાં એટલી હદે તૂટી ગયા છે કે ઉનાળુ હોય કે ચોમાસુ બાળકો માટે અહીં ભણવું અને શિક્ષકોનું ભણાવવા મુશ્કેલ બની ગયું છે. આ શાળામાં ઉનાળામાં એટલી હદે પતરાં તપતા હોય છે કે બાળકો અહીં બેસી પણ શકતા નથી,તો વળી ચોમાસામાં તો પતરાંઓમાંથી દરેક રૂમમાં પાણી ટપકતું હોય છે,ઓરડાઓનો કોઈ ખૂણો એવો નથી હોતો કે જ્યાં ચોમાસામાં પાણી નાં ટપકતું હોય,વિદ્યાર્થીઓ રૂમમાં બેસી પણ શકતાં નથી અને શિક્ષકો ભણાવી પણ નથી શકતાં, ભાંગરોળિયા શાળામાં માત્ર પતરાં જ તુટેલા નથી,અહીં દરવાજા પણ ઉધઈથી ખવાઈ ગયા છે આ અંગે સંબંધિત અધિકારીઓ સમક્ષ અવાર નવાર રજૂઆતો કરવા છતાં આ ઓરડા રીપેરીંગ માટેની કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું જાણવા મળેલ છે.

શાળાની એસ.એમ.સી.કમિટી દ્વારા નવીન ઓરડાઓ બનાવવા વડગામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજુઆત કરવા છતાં હજુ સુધી નવા ઓરડા ઓ બનાવાયાં નથી.વડગામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કલાવતીબેન પટેલે જણાવ્યું હતું કે ભાગરોડીયા પ્રાથમિક શાળામાં પ્રશ્ન છે તેવી અરજી અમારા ધ્યાને આવી નહીં, જો અમારા ધ્યાને આવશે તો અમે ઉપલી કક્ષાએ ચોક્કસ જાણ કરીશું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.