વડગામના મજાદર ગામે હરિયાણાથી આવેલ પાંચ જમાતી ફરાર થતાં ફરિયાદ

બનાસકાંઠા
rakhewal
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ છાપી : વડગામ તાલુકાના મજાદર ગામમાં લોકડાઉન પૂર્વે હરિયાણાના દશ લોકો જમાત લઈને આવ્યા હતા. દરમિયાન લોકડાઉન જાહેર થતાં તમામને મજાદર ની મસ્જિદ માં આગલા આદેશ સુધી રહેવા જણાવ્યું હોવા છતાં ગત તારીખ ૩૦/૪/૨૦૨૦ની રાત્રી દરમિયાન પાંચ જમાતી ફરાર થઈ જતાં પોલીસે પાંચે વિરુદ્ધ છાપી પોલીસ મથકે રવિવારે ફરિયાદ નોંધતા ચકચાર મચી ગઈ હતી.
કોવિડ ૧૯ મહામારીના કારણે દેશમાં સરકાર દ્રારા લોકડાઉન જાહેર કરવામાં આવેલ સાથે તમામને આદેશ કરવામાં આવ્યો હતો કે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેને ધ્યાને રાખી જે જયાં છે તે ત્યાંજ રહે. દરમીયાન વડગામના મજાદર ગામે હરિયાણાથી દશ લોકો જમાત લઈને આવ્યા હતા. જોકે લોકડાઉન જાહેર થતાં તેઓ ફસાયા હતા. જેથી પરત હરિયાણા જઈ શક્યા ન હતા જેથી સંક્રમણ ન ફેલાય તેને ધ્યાને રાખી આ તમામ જમાતીઓનું મેડિકલ ચેકઅપ કરાવી મજાદરની મસ્જિદમાં આગલા આદેશ સુધી રોકાવા જણાવવા સાથે બહાર ન નીકળવા પોલીસે જણાવ્યું હતું અને સમયાંતરે પોલીસ દ્રારા તમામનું ચેકીંગ કરવામાં આવતું હતું. જોકે ગત તારીખ ૩૦/૪/૨૦૨૦ ની રાત્રી એ દશમાંથી પાંચ જમાતી ફરાર થઈ જતાં પોલીસે શોધખોળ કરવા છતાં ન મળતાં છાપી પીએસઆઈ એલ.પી. રાણાએ ફરાર જમાતીઓ વિરુદ્ધ ઇપીકો કલમ ૧૮૮, ૨૬૯ તથા ડિજાસ્ટર એકટ કલમ ૫૧ તથા એપિડેમીક એકટ ૧૮૯૭ કલમ ૩ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા નો ભંગ કરી દશમાંથી પાંચ જમાતી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.