વડગામના ધારાસભ્યના કથિત પી.એ. વિરૂધ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાતા ચકચાર
રખેવાળ ન્યુઝ છાપી : વડગામ તાલુકાના છાપી ખાતે છેલ્લા બે વર્ષથી વસવાટ કરતો મૂળ ઉત્તર પ્રદેશના ભીઉરા ગામનો અમરનાથ જીનકુરામ વસાવા (ગુપ્તા) દ્વારા પોતાની જ્ઞાતિ છુપાવી ખોટા દસ્તાવેજો બનાવી આદિવાસી નું પ્રમાણપત્ર મેળવી સરકાર તેમજ લોકો સાથે છેતરપિંડી કર્યાનું તપાસમાં બહાર આવતાં નાયબ પોલીસ અધિક્ષક એ.આર. ઝનકાત દ્વારા ગુરૂવારે છાપી પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના કહેવાતા પી.એ. અમરનાથ જીનકુરામ વસાવા છાપી ખાતે ડિસેમ્બર ૨૦૧૯ માં નાગરિકતા બિલના વિરોધમાં મંજૂરી ન હોવા છતાં રેલી કાઢી ૩૫૦૦ થી ૪૦૦૦ માણસો એકત્રિત કરી ચક્કાજામ સહિત પોલીસવાનને ઉઠલાવવાના પ્રયાસ સહિત રાયોટિંગના ગુનામાં છેલ્લાં ત્રણ માસથી પાલનપુર સબજેલમાં બંધ છે. જેની તપાસ દરમિયાન આરોપીની વર્તુણુક ગુનાહિત જણાતાં તેની ઉંડાણ પૂર્વક પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા પૂછપરછમાં અમરનાથ વસાવા આદિવાસી સમાજનો ન હોવાનું બહાર આવ્યું હતું. પણ તે ઉત્તરપ્રદેશના ભીઉરા(હટીવા) તાલુકો અકબરપુરા જી. આંબેડકરનગર હા.રહે. છાપી તાલુકો વડગામ તેમજ જુના હથોડા તા. ફૂંકરમુંડા જી.તાપીનો જણાવેલ. જેથી પોલીસ ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરતા આરોપી જીનકુરામ રામસુમેર ગુપ્તા રહે. મૂળ ભીઉરા (હટીવા) ઉત્તર પ્રદેશ હોવાનો ઘટસ્પોટ થયો હતો. દરમિયાન અમરનાથ આદિવાસી નહિ પણ ગુપ્તા એટલે કે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ (ઓ.બી.સી.વર્ગ) માં આવતી શાહુ તૈલી જાતિનો હોવાનું બહાર આવ્યું હતું. જેમાં આરોપી દસ્તાવેજોમાં ડા. રામમનોહર લોહિયા વિશ્વ વિદ્યાલય ફૈઝાબાદની વર્ષ ૨૦૦૧ ની માર્કશીટ, પ્રવેશપત્ર સહિતના દસ્તાવેજોમાં અમરનાથ જીનકુરામ ગુપ્તા હોવાનું પરિવારના નિવેદનોમાં જણાઈ આવેલ. જેથી આરોપી આદિવાસી (વસાવા) નહિ પણ ગુપ્તા જાતિનો હોવાનું બહાર આવવા સાથે તેને ખોટા દસ્તાવેજના સહારે ચૂંટણીકાર્ડ સહિત રાશન કાર્ડ બનાવી તાપી જિલ્લામાં આદિવાસીઓના નેતા બની જુદા જુદા પ્રાદેશિક રાજકીય પાર્ટીઓને સમર્થન કરવા સાથે આદિવાસી આગેવાન છે. તેવી ઓળખ આપી સામાજિક કાર્ય કરી છાપી ખાતે છેલ્લા બે વર્ષથી રહેતો હતો. જેથી પોલીસે ખોટી રીતે પોતાનું નામ અમરનાથ જીનકુરામ આદિવાસી ( વસાવા) રાખતા તેઓ વિરુદ્ધ ઇ.પી.કો.કલમ ૧૯૩ , ૪૧૯ , ૪૬૫ , ૪૬૭ , ૪૬૮ ,અને ૪૭૧ મુજબ ડી.વાય.એસ.પી.ઝનકાતે છાપી પોલીસ મથકે ફરિયાદ નોધાવી વધુ તપાસ હાથ ધરી હતી. ખોટા પ્રમાણપત્ર ઉભા કરી આદિવાસી બનનાર સામે પોલીસ ફરિયાદ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
Tags Banaskantha corona