પાંચ પંપિંગથી પાણી છોડવાની ઉગ્ર માંગ લાખણી મામલતદારને સુજલામ- સુફલામ કેનાલમાં પાણી છોડવા આવેદન
વરસાદ ખેંચાઈ જતા વાવેતર બળવાના આરે: લાખણી ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા સુજલામ સુફલામ કાચી કેનાલમાં પાણી છોડવા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. તાજેતરમાં ચોમાસું વરસાદ ખેંચાઈ ગયેલ છે. ખેડુતોએ અગાઉના ભારે વરસાદથી વાવણી પણ કરી દિધી છે પણ હાલમા પિયત પાણીની તાતી જરૂરીયાત છે. કારણ વાવેતર બળી રહ્યું છે બીજી બાજુ,મેઘરાજા પણ રિસાયા છે.
ત્યારે જીવાદોરી સમાન કાંકરેજ, દિયોદર, લાખણી, થરાદ અને ડીસામાંથી પસાર થતી સુજલામ સુફલામ્ કેનાલમા પણી છોડવામા આવે તો ખેડુતોનું વાવેતર બચાવી શકાય તેમ છે. આ વિસ્તારમા મોટા પાયે હાલ મગફળીનુ વાવેતર પણ થઈ ગયુ છે બાજરી, જુવાર, તલ ગવાર જેવા રોકડિયા પાકોનું વાવેતર પણ પાણી વગર તરસી રહ્યું છે. જો સુજલામ સુફલામ્ કેનાલમા પાંચ પંપીંગથી પાણી છોડવામા આવે તો છેવાડાના ગામડાઓ સુધી પાણી પહોંચી શકે અને વાવેતરને જીવતદાન મળી શકે.તેમ ખેડૂતોએ જણાવ્યું હતુ.