અમીરગઢમાં અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી, રોડ પર ફંગોળાતા પતિનું મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

અમીરગઢના રામજીયાણી પાટીયા નજીક બાઈક સવાર પરિવારને અજાણ્યા વાહને અડફેટે લીધો હતો. જેથી અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર પતિ, પત્ની અને પુત્ર પાલનપુર તરફથી રાજસ્થાન તરફ જઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી. જેથી પત્ની અને પુત્રની નજર સામે જ પિતાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટના બાદ હાઈવે પર પતિને લોહીલુહાણ હાલતમાં જોઈને જ પત્ની ચોધાર આસુંએ રડવા લાગી હતી. પત્નીના હૈયાફાટ રૂદનથી લોહિયાળ બનેલા હાઈવે પર ગમગીની છવાઈ હતી.બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતમાં એક બાદ એક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, ત્યારે ફરી એક અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં પણ એક હસતો રમતો પરિવાર વિખેરાયો હતો. પાલનપુર તરફથી એક પરિવાર પોતાના નાના પુત્ર સાથે રાજસ્થાન તરફ જઈ રહ્યા હતા, તે સમય દરમિયાન પાછળથી આવી રહેલા વાહને બાઈકને ટક્કર મારી હતી. જેથી પતિ, પત્ની અને નાનો પુત્ર રોડ પર ફંગોળાયા હતા. જેથી બાઈક સવાર પતિને ગંભીરઈજાઓ પહોંચતા તેઓ લોહીલુહાણ થયા હતા. જે બાદ પત્ની અને પુત્રની નજર સામે જ ઘટના સ્થળે જ પતિનું મોત થયું હતું.

પતિનું મોત થતાં પત્ની પર આભ ફાટી પડ્યું હતું. પતિની હાલત જોઈને પત્ની હાઈવે પર જ ચોધાર આસુએ રડવા માંડી હતી, બનાવની જાણ 108 તેમજ પોલીસને તથા તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને 108 દ્વારા ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા લાશનો કબ્જો મેળવી અજાણ્યા વાહન ચાલક વિરુધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ રામજીયાણી પાટીયા નજીક રાજસ્થાન તરફથી આવતા વાહન ચાલકે રોડની સાઈડમાં ઉભેલા દાદા અને પૌત્રને ફૂટબોલની જેમ ઉછાળ્યા હતા. જેમા દાદા અને એ પૌત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બીજો પૌત્ર ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.