યાત્રાધામ અંબાજી મંદિરમાં અભેદ સુરક્ષા

બનાસકાંઠા
બનાસકાંઠા

અલકાયદા દ્વારા આંતકી હુમલાની ધમકી અપાયા બાદ આઈબીના ઇનપુટ અહેવાલના પગલે ગુજરાત રાજ્યની સરહદો ઉપર સતત એલર્ટ કરાયા બાદ ગુજરાતના મોટા યાત્રધામોમાં પણ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. યાત્રાધામ અંબાજી ગુજરાત નહીં પણ દેશભરનું માનીતું શક્તિપીઠ છે જ્યાં આ ધમકીના પગલે તમામ સુરક્ષા કર્મીઓ ને અલર્ટ કરી દેવાયા છે. અંબાજી મંદિરમાં સુરક્ષા કર્મીઓ દ્વારા પ્રવેશતા યાત્રિકો ને તપાસ કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અંબાજી મંદિર પરિષરમાં મંદિરની સુરક્ષાને લઈ એસઆરપી, ક્યુઆરટી, મંદિર અલાયદા સઘન સુરક્ષા સ્ટાફ, જીઆઈએસએફ તેમજ હોમગાર્ડના જવાનો હાલ ફરજ બજાવી રહ્યા છે. તેમના તમામ પોઇન્ટ ઉપર અંબાજી પોલીસ દ્વારા સુપરવિઝન કરી એલર્ટ રહેવા તાકીદ કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં અત્યાધુનિક હથિયારો સાથે પોલીસ સઘન સુરક્ષા કરી રહી છે ને કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંપૂર્ણ તકેદારી રાખવા તમામ સ્ટાફને સ્ટેન્ડબાય રહી સતર્ક રહેવા કડક સૂચનાઓ કરવામાં આવી છે. એટલુંજ નહીં અંબાજી મંદિર પરિષરમાં હાઇ ડેફિનેશનવાળા ૧૦૦ જેટલા સીસીટીવી કેમરા કાર્યરત કરાયા છે તેમનું પણ પોલીસ દ્વારા સતર્ક મોનીટરીંગ કરવાં આવી રહ્યું છે. હાલ તબક્કે અંબાજી મંદિર પરિષરમાં કોઈ નવો સ્ટાફ ડિપ્લોય કરાયો નથી પણ જરૂર પડશે તો વધુ સ્ટાફ પણ તેનાત કરવામાં આવશે તેમ પી કે લીમ્બાચીયા પોલીસ સબઇન્સ્પેક્ટર, મંદિર પરિષર સઘન સુરક્ષા ઇન્ચાર્જ) અંબાજીએ જણાવ્યુ હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.