ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના રાજમાં : પ્રિ-મોન્સૂન કામગીરી સામે ઉઠ્યા સવાલ

બનાસકાંઠા
બનાસકાંઠા

ખુદ પૂર્વ પ્રમુખે સંતોષકારક કામગીરી બાદ પેમેન્ટ કરવા કર્યો અનુરોધ: ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના રાજમાં પ્રિ-મોન્સૂન જેવી ખૂબ જ અગત્યની અને તાકીદની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. શહેરના ચોકઅપ નાળા કે ગટરોની સફાઈ કરવામાં પાલિકા ઉણી ઉતરી હોવાની રાવ ઉઠી છે. ત્યારે વરસાદને પગલે  પાણી ભરાઈ જવાની દહેશત સેવાઇ રહી છે.

પાલનપુર નગરપાલિકા દ્વારા દર વર્ષે લાખો રૂપિયાના ખર્ચે પ્રિ-મોન્સૂન કામગીરી કરવામાં આવે છે. જોકે, લાખો રૂપિયાના આંધણ બાદ પણ દર વર્ષે સામાન્ય વરસાદે પણ પાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાન ની પોકળતાનો પર્દાફાશ થતો હોય છે. ત્યારે ચાલુ વર્ષે પણ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. પાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી ચૂંટણીની આચાર સંહિતાને લઈને ગત વર્ષના કોન્ટ્રાક્ટરને ફાળવી હોઈ તેઓ દ્વારા માત્ર પ્રતિકાત્મક કામગીરી કરાઈ હોવાની રાવ ઉઠી છે. કોન્ટ્રાકટર અને પાલિકાની મિલીભગત થકી માત્ર ધ્યાનાકર્ષક જાહેર માર્ગો પરના નાળા કે ગટરો ની સફાઈ કરાઈ છે. જ્યારે આંતરિક ઉભરાતી ગટરો કે નાળાઓની સફાઈ કરાઈ ન હોવાની બુમરાણ મચી છે.

પાલનપુરના ગટરના મુખ્ય મોટા નાળા ગંદકી થી ખદબદી રહ્યા છે અને સફાઈ હજી જોઈએ તેવી થઈ નથી. જેમાં ચોમાસામાં શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં આવેલા રહેણાંકના મકાનો અને દુકાનો માં પાણી ભરાઈ જવાથી લોકોનો સર સમાન પલડી જઇ અને મોટું નુકસાન થાય તેમ હોઈ થર્ડ ઇસ્પેકશન તળે તાત્કાલિક ગટરો અને નાળાઓની સફાઈ કરાય તેવી લોક લાગણી પ્રવર્તી રહી છે.

પાલિકાના પૂર્વ પ્રમુખે ઉઠાવ્યા સવાલ: પાલનપુર પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. ત્યારે ખુદ પાલનપુર નગરપાલિકા ના પૂર્વ પ્રમુખે એક પત્ર લખી લડબી નદી સહિતના નાળાની સફાઈમાં જે-તે વિસ્તારના નગર સેવકો દ્વારા બરાબર કામગીરી થઈ હોવાનું પ્રમાણપત્ર મળ્યા બાદ જ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરવાની માંગણી કરાતા પાલિકાની પ્રિ- મોન્સૂન કામગીરી શંકાના ઘેરામાં આવી ગઈ હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે.

કામગીરી પૂર્ણતાને આરે:-સી.ઓ.: જ્યારે ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના સવાયા શાસક થઈને ફરતા ચીફ ઓફિસર નવનીત પટેલનું માનીએ તો, પાલનપુરમાં પ્રિ-મોન્સૂન કામગીરી 70 થી 80% થઈ ગઈ છે. તેઓએ પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણતાને આરે પહોંચી ગઈ હોવાનો દાવો કર્યો છે. જોકે, પાલનપુરમાં લડબી નદી સહિતના નાળા કે ગટરો જુદી જ વાસ્તવિકતાનું બયાન કરી રહી છે. ત્યારે ભારે વરસાદના આગમન બાદ જ પાલિકાનો દાવો સાચો છે કે પોકળ તે પુરવાર થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.