પાલનપુર પાટિયા નજીક બેકાબૂ બનેલી કાર રેલિંગ સાથે અથડાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર ગઠામણ પાટીયા નજીક દારૂ ભરેલી કારનો અકસ્માત સર્જાયો છે. પૂરપાટઝડપે દારૂ ભરી જતી કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ધડાકાભેર રેલિંગ સાથે અથડાઈ હતી. જે બાદ કારમા સવાર બે લોકો કાર મૂકી ત્યાંથી ફરાર થયાં હતા. પૂરપાટ ઝડપે આવેલ કારના અકસ્માતના CCTV સામે આવ્યા છે.બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં એક દારૂ ભરીલી ગાડીનો અકસ્માત સર્જાયો છે. જેમાં પાલનપુર ગઠામણ પાટિયા નજીક દારૂ ભરીને પૂરઝડપે આવી રહેલી કાર રેલિંગ સાથે અથડાઈ હતી જેના કારણે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતો સર્જાતા જ કારમાં સવાર ગાડી ચાલક અને તેના સાથી મિત્ર ગાડી મૂકી ત્યાંથી નાસી છૂટ્યા હતા. જોકે વહેલી સવાર હોવાના કારણે સદનસીબે મોટી જાનહાની થતા ટળી હતી. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દારૂ પીધેલી હાલતમાં કાર ચાલકે અકસ્માત સર્જયો હતો. આજરોજ વહેલી સવારે જે દારૂ ભરેલી ગાડી રેલિંગ સાથે અથડાતા અકસ્માત સર્જાયો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં પૂરઝડપે આવી રહેલી ગાડી રેલિંગ સાથે અથડાતા રોડ પર પડેલી ધૂળ ઉડવા લાગે છે જે બાદ ગાડીના ચાલક અને તેના મિત્ર ગાડીમાંથી બહાર નીકળી ત્યાંથી નાસી છૂટે છે. જોકે સ્થાનિક લોકોએ પોલીસની જાણ કરતા પશ્ચિમ પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી તપાસ કારમાંથી દારૂ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.