થરાદ-સાંચોર હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં વાંતડાઉના બેના મોત

બનાસકાંઠા
accident
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : થરાદ સંચોર હાઈવે રોડ પર મિયાલ ગામ નજીક આવેલી મહાદેવ હોટલ પાસે રવિવારે રાત્રિના સુમારે ઉભેલી ટ્રકની પાછળ ધડાકાભેર મોટરસાયકલ ટકરાતાં સર્જાયેલી દુર્ઘટનામાં થરાદ તાલુકાના વાંતડાઉ ગામના બંને મોટર સાયકલ સવારોના સ્થળ પર જ કરૂણ અને કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યાં હતા. આ બનાવને લઇને સરહદી પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.
રમેશભાઇ જેરૂપાભાઇ ચૌધરી (વાગડા) રહે. વાંતડાઉ તા. થરાદનાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતાના કાકા ત્રિકમાભાઇ પદમાભાઇ ચૌધરીની મેસરા હાઇવે પર રાજેશ્વર ઓટોપાર્ટસની મેસરા હાઇવે પર આવેલી છે. જેમાં તેમનો ભાણેજ હિતેશભાઇ નારણ ભાઇ ચૌધરી રહે.વાંતડાઉ નોકરી કરતો હતો. બંન્ને જણ રવિવારની સાંજે પોતાનું મોટર સાયકલ GJ06LH 5806 લઇને જઇ રહ્યા હતા. આ વખતે મિયાલના રોડ પર આવેલી મહાદેવ હોટલ નજીક રાત્રિના સવા આઠ વાગ્યાના સુમારે ઉભેલી ટ્રક નંબર RJ05GB 1891 સાથે મોટરસાયકલને ધડાકાભેર અક્સ્માત સર્જાતાં તેના પર બેઠેલ હિતેશભાઇ અને કાકા ત્રિકમાભાઇ પદમાભાઇ ચૌધરીને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજા થવાના કારણે સ્થળ પર જ કરૂણ અને કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જેમના મૃતદેહને પીએમ બાદ વાલીવરસોને સુપ્રત કરાયા હતા. પોલીસે રાત્રે રોડ પર ટ્રક ઉભુ રાખનાર ચાલક સામે પાછળના ભાગે કોઇ ભયસુચક ચિહ્નો કે સિગ્નલ લાઇટો ચાલુ નહી રાખીનો બેદરકારી દાખવવા બદલ તેના ચાલકની સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવને લઇને થરાદ પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.