પોળો ફોરેસ્ટ વિસ્તારમાં આવેલી હરણાવ નદીમાં ન્હાવા પડેલા બે યુવકોનું ડૂબી જતાં મોત
- હરણાવ નદીમાં ન્હાવા પડતા બે યુવકોના મોત
- યુવકો UP નાં મિરઝાપુરના હતા
- સાવચેતી માટે સાઇન બોર્ડ લગાવાયું ન હતું
સાબરકાંઠામાં વિજયનગરના પોળો ફોરેસ્ટ વિસ્તારમાં આવેલી હરણાવ નદીમાં ન્હાવા પડેલા બે યુવકોનું ડૂબી જતાં મોત નિપજ્યું છે.
વધુમાં જણાવીએ કે સાબરકાંઠા જિલ્લામાં આવેલા પોળો ફોરેસ્ટમાં હરણાવ નદીમાં ન્હાવા માટે કુલ 12 યુવકો પડ્યા હતા. જો કે, ન્હાવા પડેલા 12માંથી 2 યુવકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. આપને જણાવી દઈએ કે આ યુવકો ઉત્તરપ્રદેશના મિરઝાપુરના છે. અને અહિયાં ફરવા માટે આવ્યા હતા. જો કે, નદીમાં ડૂબીને મૃત્યુ પામેલા બંને યુવકોના મૃતદેહને નદીમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે અને બંનેનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિજયનગર મોકલવામાં આવ્યા છે. અગત્યનું છે કે નદીની આસપાસ સાવચેતી માટે સાઇન બોર્ડ લગાવાયું ન હતું.