વાવમાંથી સોનાના ડી.કંપનીના દાગીના વેચતા ઝડપાયેલા બે ઠગો ચર્ચાને એરણે

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વાવ : આજથી દશેક દિવસ અગાઉ વાવ ખાતે આવેલી એક જવેલર્સની દુકાનમાં બે વૃધ્ધ ઠગોએ સોનાની “ડી” કંપનીની બનાવટનો એક દાગીનો વહેંચી છેતરપીંડી કરીને ફરાર થઈ ગયા હતા. તે બાબતની ચર્ચા સોની બજાર વિસ્તારમાં ચાલી રહી હતી. તેવામાં ફરી પાછા ગતરોજ તા.૧૧-૯-ર૦ના રોજ બંને વૃધ્ધ ઠગોએ વાવ ની સોની બજાર વિસ્તારમાં એક જવેલર્સની દુકાન ઉપર ભેળસેળ યુક્ત ૮ ગ્રામ સોનાનું ફુલ લઈને વહેંચવા આવેલા પરંતુ ૧૦ દિવસ અગાઉ છેતરાયેલા સોની બંધુઓ આ ઠગોને શોધી રહ્યાં હતા. તેવામાં ગતરોજ બંને વૃધ્ધો પકડાઈ જતાં સોની બંધુઓએ સોનાના ૮ ગ્રામ ભેળસેળ યુક્ત કુલ (અંદાજે કિંમત રૂ.૪૦,૦૦૦) સાથે આ બંને વૃધ્ધોને ઝડપી અને ગત તા.૧૧-૯-ર૦ ના રોજ બપોરે ૧રઃ૦૦ કલાકે વાવ પોલીસને સુપ્રત કર્યા હતા. પરંતુ મોડી રાત સુધી આ બંને વૃધ્ધો વિરૂધ્ધ કોઈ એફ.આઈ. આર. નોંધાઈ ન હતી.
લોકમુખે થતી ચર્ચા અનુસાર આ બંને વૃધ્ધોમાં એક વૃધ્ધ ભાભર તાલુકાના કપરૂપુરૂ ગામનો છે. જ્યારે બીજાે વૃધ્ધ વાવ તાલુકાનો છે. આ ગેંગની અંદર કોઈ એક ભાભરનો અને વાવનો સ્થાનિક માણસ સંકળાયેલો છે. જિ.પો.વડા આ મુદ્દે અંગત રસ દાખવી એફ.આઈ.આર નોંધી વધુ તપાસ હાથ ધરે તો કેટલાય મોટા-માથાઓની બકરી ડંબામાં આવી શકે તેમ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.