ડીસામાં ચોરીના મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયા સોનાની ચેન, રોકડ રકમ, ગેસની બાટલો સહિતનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા શહેર દક્ષિણ પોલીસે તાજેતરમાં થયેલી ચોરીમાં બે આરોપીઓની મુદ્દામાલ સાથે અટકાયત કરી સોનાની ચેન, રોકડ રકમ, ગેસની બાટલો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ડીસા ડીવાયએસપી સી.એલ. સોલંકી અને ડીસા શહેર દક્ષિણ પીઆઇ કે.બી. દેસાઈની સૂચના અનુસાર પોલીસ સ્ટાફના માણસો ચોરીના ગુનાઓ શોધવાની કામગીરીમાં હતા. તે દરમિયાન તાજેતરમાં એક રહેણાંકના મકાનમાં થયેલી ચોરીની ફરિયાદ અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં ટેકનિકલ સર્વેન્સ તથા હ્યુમન રિસોર્સની મદદથી પોલીસે ચોરી કરનાર નિકુલકુમાર બાબુલાલ ઠક્કર રહે. સરગમ બંગ્લોઝ, ડીસા અને મોહિત ઉર્ફે ભોલે ભગવાનભાઈ માજીરાણા રહે. શંકર ભગવાનના મંદિર પાસે, નહેરુનગર ટેકરા, ડીસાની અટકાયત કરી હતી.

પોલીસે બંને પાસેથી અઢી ગ્રામ સોનાની ચેનનો ટુકડો કિંમત 17,000 તેમજ 10 હજાર રોકડા, ત્રણ મોબાઈલ, ગેસનો બાટલો સહિત રૂપિયા 46,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે બંનેની અટકાયત કરી જેલ હવાલે કર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.