કન્ટેનર પર અગ્રેજી અક્ષર સાથેનું સિલ મારી વિદેશી દારૂ લઈ જતા રાજસ્થાન રાજ્યનાં બે ઇસમો ઝડપાયા
કન્ટેનરની આર.સી.બુક પણ નીકળી નકલી આઠ લાખથી ઉપરનો વિદેશી દારૂ ઝડપાયો, 10 લાખ નું કન્ટેનર પણ કબજે લીધું ધાનેરા તાલુકાની સરહદો પર થી વિદેશી દારૂની હેરાફેરી અટકે તેમ નથી. બૂટલેગરો અલગ અલગ પેતરા નો ઉપયોગ કરી ગુજરાતમાં વિદેશી-દારૂ ઘુસેડવાનાં પ્રયત્નમાં રહેતા હોય છે. જો કે પોલીસ ના બાતમીદારો અને પોલીસ ની આંખો થી બચી પણ શકતા નથી.
ધાનેરા નેનાવા ચેક પોસ્ટ પર થી કન્ટેનરમાં થી ધાનેરા પોલીસ એ વિદેશી દારૂના જથ્થા સાથે રાજસ્થાન રાજ્યનાં બે ઇસમો ને પકડી પાડયા છે. એક નજરે જોઈ એ તો રાજસ્થાન રાજ્ય તરફ થી આવતા મસ મોટા કન્ટેનર મા જાણે કોઈ મહત્વ નો માલ સામાન ભરેલો હોય એ પ્રમાણે કન્ટેનર ના દરવાજા પર અંગ્રેજી અક્ષર સાથે હાઈ સિક્યોરિટી સિલ લખેલું હતું. ધાનેરા પોલીસ એ કન્ટેનર ચાલક સાથે પૂછપરછ કરતા ઇસમો નો જવાબ અયોગ્ય લાગ્યો હતો. જ્યારે શિલ ખોલવા માટે ધાનેરા પોલીસ જણાવતા કન્ટેનર ચાલકો એ પરવાનગી માગી હતી.
આ મામલે ધાનેરા પોલીસ ઇન્સ્પેકટર એ.ટી પટેલ એ કન્ટેનર નું શીલ ખોલી અંદર જોતા વિદેશી દારૂ ની પેટીઓ મળી આવી હતી. કન્ટેનર માંથી 2 હજાર 850 બોટલો મળી આવી હતી જેની કિંમત 8 લાખ 25 હજાર 660 થાય છે. સાથે કન્ટેનર ના ચેચિસ નંબર અને નંબર પ્લેટ ની તપાસ કરતા આર.સી બુક પણ નકલી હોવાનુ તપાસમાં બહાર આવ્યું હતું. ધાનેરા પોલીસ એ કન્ટેનર સાથે 18 લાખ 35 હજાર 660 નાં મુદ્દામાલ સાથે રાજસ્થાન રાજ્યનાં બાલોત્રા જિલ્લાના કન્ટેનર ચાલક હરીશ દિપારામ જાટ સાથે ખલાસી પીરારામ શેરારામજી જાટની અટકાયત કરી વિદેશી દારૂ ક્યાં થી લાવ્યો અને ક્યાં આપવાનો છે તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં ઇસમો એ દારૂ નો જથ્થો ગુજરાતના મુદ્રા ખાતે આપવાનો હોવાની કબૂલાત ધાનેરા પોલીસ ઇન્સ્પેકટર સમક્ષ કરી છે.