પાલનપુરના બે સરકારી સર્વેયર એક લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ખેતીની જમીન પ્રમોલગેશનના થતા ક્ષેત્રફળમાં ફેરફારનો સુધારો કરવા લાંચ માંગી હતી
એસીબીએ ચંડીસરમાં સર્વેયર ઓફિસમાં છટકું ગોઠવી બન્ને લાંચિયા સર્વેયર ઝડપી પાડ્યા
પાલનપુર ખાતે આવેલ લેન્ડ રેકોર્ડસ કચેરીમાં ફરજ બજાવતા બે સરકારી સર્વેયરોએ ખેડૂતની ખેતીની જમીનના ક્ષેત્રફળમાં થયેલા ફેરફારનો સુધારો કરવા જમીન માપણી કરવા એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી જોકે આ મામલે ખેડૂતે એસિબીમાં જાણ કરતા પાલનપુર લાંચ રૂશ્વત તંત્રની ટીમે ચંડીસર ગામે સર્વેયર ની ઓફિસમાં છટકું ગોઠવી એક લાખની લાંચ લેતા બન્ને સર્વેયરને ઝડપી પાડ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વાર બે સરકારી બાબુઓ લાંચ રૂશ્વતના સંકજામાં આવ્યા છે પાલનપુર ખાતે આવેલ લેન્ડ રેકર્ડસ્ કચેરીમાં કામ બદલ દામ વસૂલાતી હોવાની રાડ ફરિયાદો ઉઠવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આખરે જાગૃત નાગરિકો લાંચિયા બાબુઓને સબબ શીખવવા એસિબીનો સહારો લેતા થયા છે જેને લઇ આ કચેરીના બે સર્વેયર એસિબીના છટકા આવતા છે જેમાં પાલનપુર ની જિલ્લા લેન્ડ રેકર્ડશ્ કચેરીના એક ખેડૂતે તેમની ખેતીની જમીનમાં પ્રમોલગેશન થતા ક્ષેત્રફળ માં થયેલા ફેરફારમાં સુધારો કરવા પાલનપુરની ડી.આઇ. એલ.આર કચેરીમાં અરજી આપી હતી.
જેની તપાસ અહી ફરજ બજાવતા લાયસન્સી સર્વેયર ભાવેશ દલપતભાઈ પાતાણીને સોંપવામાં આવી હતી તેમને સાથી સર્વેયર રામાભાઈ લક્ષ્મણભાઇ ચોધરી સાથે મળી ખેડૂતની જમીન માપણી કરી બન્ને આરોપીએ ખેડૂત પાસે એક લાખની લાંચ માંગી હતી જોકે ખેડૂત લાંચ આપવા માંગતા ન હોય તેમને પાલનપુર લાંચ રૂશ્વત વિભાગના ફરિયાદ આપતા એસિબી પીઆઈ એન.એ.ચોધરી એ તેમની ટીમ સાથે પાલનપુર તાલુકાના ચંડીસર ગામે ધોળેશ્વર મહાદેવ મંદિર સામે આવેલ વિંવાસ સર્વેયર ઓફિસમાં છટકું ગોઠવ્યું હતું જ્યા સર્વેયર ભાવેશ દલપતભાઈ પતાણી લાંચ ની રકમ સ્વીકારતા એસીબીએ બન્ને સર્વેયર ને ઝડપી પાડી તેમની વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરતા લાંચની લત ધરાવતા બાબુ ઓમા ફાફડાટ વ્યાપી જવા પામ્યો છે
– પકડાયેલા આરોપીના નામ
(૧) ભાવેશકુમાર દલપતભાઈ પાતાણી, સરકારી લાઇસન્સ સર્વેયર, ડી.આઈ.એલ.આર. કચેરી, પાલનપુર.
(૨) રામાભાઇ લક્ષ્મણભાઈ ચૌધરી -સરકારી લાઇસન્સ સર્વેયર, ડી.આઈ.એલ.આર. કચેરી, પાલનપુર.
Tags bribe government surveyors