ડીસાના ભોયણ ગામમાંથી જુગાર રમતા બે ઝડપાયા એક શખ્સ ફરાર

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા તાલુકા પોલીસની ટીમે ગઈકાલે બાતમી ના આધારે ભોયણ ગામના બસ સ્ટેન્ડ પાસે રેડ કરી જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા જ્યારે એક જણો ફરાર થઈ ગયો હતો.

ડીસા તાલુકા પોલીસના રાજેશભાઈ.મહેશ ગીરી સહિતની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ડીસા તાલુકાના ભોયાણ ગામના બસ સ્ટેન્ડ પાસે કેટલા શખ્સો જાહેરમાં પૈસા વડે જુગાર રમી રહ્યા છે જેથી તાત્કાલિક તાલુકા પોલીસની ટીમે સ્થળ પર જઈ રેડ કરતા પોલીસને જોઈ એક શખ્સ ભાગી ગયો હતો જ્યારે બે જણાને પોલીસે ઝડપી પાડ્યા હતા જેમાં અજય શ્રવણજી ભુનેસા ઠાકોર ફુલાજી સરદારજી ઠાકોર ની અટકાયત કરી તેમની પાસેથી જુગારનું સાહિત્ય રોકડ રકમ સહિત 4930 નો મુદ્દા માલ જપ્ત કરી ફરાર આરોપી જીગર દિનેશભાઈ દરજી સહીત કુલ ત્રણ જણા સામે જુગાર ધારા એક્ટ મુજબનો ગુનો નોંધ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.