ધાનેરામાં બે આખલા અચાનક બાખડ્યા : બાઇક ચાલકને ફૂટબોલની જેમ ઉછાળ્યો

બનાસકાંઠા
બનાસકાંઠા

ધાનેરા- થરાદ હાઇવે પર બે આખલાઓ રોડ પર શાંત ઉભા હોય છે અને વાહનોની અવર-જવર ચાલું હોય છે. ત્યારે અચાનક એક આખલો બીજા આખલાને શિંગડે ભરવે છે. આ દરમિયાન બાઇક લઇને જતાં એક યુવક પર પડે છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. CCTVમાં જોવા મળે છે કે જો એક સેંકન્ડ માટે બાઇક ન નીકળ્યું હોત તો આખલો બાઇક ઉપર જ પડ્યો હોત અને ચાલકનો જીવ પણ જઇ શકતો હતો. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં રખડતાં ઢોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. સાથે જોવા મળી રહ્યો છે છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. ત્રણ ચાર દિવસ અગાઉ શહેરના સલેમપુરા વિસ્તારમાં આવેલી નવી મસ્જિદ પાસે ગાયે બાળકને પાછળ પડીને રગદોળી નાખ્યો હોવાની ઘટના સામે આવી હતી. સ્થાનિક લોકોએ મહામુસબીતે બાળકને છોડાવ્યું હતું, જેના સીસીટીવી સામે આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.