લાખણીના શેરગઢમાં વીજળી પડતા બે ભેંસ અને એક વાછરડીનું મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલથી કેટલાક વિસ્તારોમાં ઝરમર ઝરમર તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થતો જોવા મળી રહ્યો છે. વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી છે, પરંતુ કેટલાક ખેડૂતોને વરસાદના કારણે નુકસાન પહોંચતું જોવા મળી રહ્યું છે. આજે વહેલી સવારે લાખણી તાલુકામાં 16 મિમી જેટલો વરસાદ પડ્યો હતો. પરંતુ લાખણી તાલુકાના શેરગઢના પશુપાલક અજમલજી ઠાકોરના વાડામાં બાંધેલી પશુ ઉપર વહેલી સવારે અંદાજે આઠ વાગે અચાનક અવકાશમાંથી વીજળી પડતાં બે ભેસ અને એક શંકર ગાયની વાછરડી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.

લાખણી તાલુકાના શેરગઢ ગામમાં પશુપાલક અજમલજી ઠાકોરના ખેતરમાં બાંધેલા પશુ ઉપર અવકાશી વીજળી પડતાં ત્રણેય પશુઓના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. રાત્રે પશુઓ વાડા બાંધેલા હતા સવારના આઠ વાગ્યાંના સમયે અવકાશી વીજળી પડતાં ત્રણ પશુના મોતના કારણે પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતી સર્જાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.