ભાભર-દિયોદર હાઇવે ઉપર આવેલ ખારા ગામના પાટીયા પાસે બાઈક અને ઇકો કાર વચ્ચે અકસ્માત બે ભાઈ બહેનોના મોત
ભાભર-દિયોદર હાઇવે ઉપર આવેલ ખારા ગામના પાટીયા પાસે બાઈક અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે ભાઈ બહેનોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. બનાવના પગલે ભાભર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અકસ્માતને લઈ આગળની તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. વાહન ચાલકોની બેદરકારીના કારણે કેટલાક માસૂમના જીવ ગુમાવવાના વારા આવી રહ્યા છે. જેમાં આજે ભાભર દિયોદર હાઇવે પર ખારા ગામના પાટીયા પાસે એક ઇકો ચાલકે બાઈક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર ભાઈ-બહેન અકસ્માતના કારણે ગંભીર ઇજાઓ પહોંચી હતી બંને ભાઈ બહેનના મોત નીપજ્યું હતા. બનાવના પગલે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી પોલીસે બંને મૃતદેહે કબજે લઈ પીએમ અર્થ ખસેડી આગળની દિશામાં તપાસ હાથ ધરી છે.