અમીરગઢ ચેક પોસ્ટ પરથી 16 લાખથી વધુના દારૂ સાથે બે ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ ઉપરથી અમીરગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે. જેમાં અમીરગઢ પોલીસ ગુજરાત બોર્ડર ઉપર રાજસ્થાન તરફથી આવતા વાહનોની ઝીણવટભરી તપાસ કરી રહી હતી તે સમયે એક કન્ટેનર શંકાસ્પદ લાગતા પોલીસે તેને સાઈડમાં કરી તપાસ કરતા ખાતરના કટ્ટાની હાડમાં દારૂ ગુજરાતમાં ઘુસાડવા ના પ્રયત્ન કરતા બે ઈસમો ને ઝડપી પાડ્યા હતા જેમાં પોલીસે કુલ ચાર ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અમીરગઢ પોલીસ વાહન ચેકીંગ દરમિયાન રાજેસ્થાન તરફથી આવતા ટ્રેલરમાંથી મોટી માત્રામાં દારૂ ગુજરાતમાં ઘૂસે તે પહેલા ગુજરાત ચેક પોસ્ટ પરથી દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં એમ આર બારોટ પોલીસ ઇન્સપેક્ટર અમીરગઢ પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ બોર્ડર ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમ્યાન રાજસ્થાન તરફથી એક કન્ટેનર આવતા રોડની સાઇડમાં ઉભી કરાવી કંન્ટેઇનરના ચાલક તેમજ બાજુમાં બેસેલ બીજા ઇસમને નીચે ઉતારી સાથે રાખી કંન્ટેઇનરની પાછળના ભાગે લગાવેલ લોક ખોલાવી અંદર જોતા ખાતરની થેલીઓ ભરેલી હતી. પોલીસ થેલીઓ ખસેડી આગળના ભાગે જોતાં ખાખી કલરના પુઠાની પેટીઓ બોક્ષમાં તપાસ કરતાં દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓમાં મળી આવતા પોલીસ ચાલક સહીત બે ઈસમોની અટકાયત કરી હતી.અમીરગઢ પોલીસે કુલ મુદ્દામાલ કબ્જે લઈ કન્ટેનરમાંથી દારૂની પેટીઓ 498 મળી આવી હતી. જે કુલ 12 હજાર 216 જેટલી બોટલો જેની કિંમત 16 લાખ 60 હજાર 248 જેટલો દારૂ કબ્જે લઈ (1)અર્જુનકુમાર સુખદેવજી થાનારામજી ભીલ રહે.રાણી પાલી રાજસ્થાન (2)સરદારરામ શીવનાથજી દીપાજી દેવાશી રહે.રાબડીયા રાણી પાલી રાજસ્થાન (3)મામા રહેજોધપુર રાજેસ્થાન વાળાઓ એકબીજાના મેળાપીપણામાંથી દારૂનો જથ્થો ગેરકાયદેસર વગર પાસ પરમીટે ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર રચી ફેરાફેરી કરી બે ઈસમો પકડાઇ ગયેલ હોય જેઓની વિરૂધ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.