થરાદના જેતડામાંથી જુગાર રમતા ૧૩ શખ્સો ઝડપાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ : થરાદ તાલુકાના જેતડા ગામમાં કેટલાક શખ્સો જાહેરમાં ગંજીપાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની થરાદ પોલીસને ખાનગી બાતમી મળી હતી. આથી પોલીસે રૂપિયા ૧,૧૨,૨૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જેતડા ગામના ચરેડામાં મેલડી માતાના મંદિરની બાજુમા લીમડાના જાડ નીચે ખુલ્લી જગ્યામાં ગોળ કુંડાળું વાળી પૈસા પાનાથી હારજીતનો જુગાર રમી રમતા હોવાની ખાનગી બાતમી ગુરુવારે થરાદ પોલીસને મળી હતી.આથી પોલીસે રેડ પાડીને કોર્ડન કરી તેર શખ્સોને ઝડપી લીધા હતા. જેમનાં નામ સુરેશભાઈ ખગાભાઈ ભાટ (રાવળ) ઉ.વ.૨૦, પ્રકાશભાઈ મંગાભાઈ ભાટ (રાવળ) ઉ.વ .૩ ર, મુકેશભાઈ ખગાભાઈ ભાટ (રાવળ) ઉ.વ .૨૮, કનુભાઈ પુનાભાઈ રાઠોડ ઉ.વ.૨૪ , વિક્રમભાઈ રાજાભાઈ ભાટ (રાવળ) ઉ.વ.૩૦ લખમણભાઈ મસાભાઈ ઠાકોર ઉ.વ.૩૫, હિરાભાઈ નાગજીભાઈ ઠાકોર ઉ.વ .૪૦, શંકરજી નાગજીજી ઠાકોર ઉ.વ .૪૫, અમરતભાઈ ખુશાલભાઈ ઉ.વ.૪ર, ધર્માભાઈ મશરાભાઈ વજીર ઉ.વ.૫૦, ભલાભાઈ વિરચંદભાઈ ઠાકોર ઉ.વ.૪૩, દિનેશભાઈ ઉપાભાઈ ભાટ (રાવળ) ઉ.વ.રપ, દેવાભાઈ ભારમલભાઈ ઠાકોર ઉ.વ.૨૩ તમામ રહે.જેતડા, તા.થરાદ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેમની પાસેથી રમતના કુલ રોકડ રૂ.૮,૨૫૦ મોબાઈલ નંગ ૮ કિ.રૂ .૪૦૦૦ તથા મો.સા. નંગ ૪ કિં.રૂ.૧,૦૦,૦૦૦ તથા ગંજીપાના પતા તથા પટ નીચે ચાદર મળી કુલ કિંમત રૂ.૧,૧૨,૨૫૦ના મુદામાલ તથા જુગારના સાહિત્ય સાથે ઝડપી લીધા હતા તમામની સામે જુગાર ધારાની જોગવાઈઓ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.