નવી ભીલડી ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં તું તું મે મે સર્જાઈ
સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો : આગેવાનો દ્વારા સમાધાન
ડીસા તાલુકાના નવી ભીલડી ગ્રામ પંચાયત ખાતે સરપંચ કે.કે માળીના અધ્યક્ષ સ્થાને શુક્રવારના બપોરના બે વાગ્યે પંચાયત ખંડમાં ગ્રામસભા યોજાઇ હતી. જે સભામાં પંચાયત સભ્યો અને ગ્રામજનો દ્વારા ગત ગામ સભામાં થયેલ કામગીરી બાબતે ઠરાવ માગતા અને ખાનગી વ્યક્તિ દ્વારા વિડિયો શૂટિંગ ઉતારવાનું ચાલુ કરતાં હોબાળો થયો હતો અને તલાટી પોતાની ચેમ્બરમાં જતાં રહ્યાં હતા .ગામ સભામાં બહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. ગામસભામાં નાગરિકો પોતાને પડતી મુશ્કેલી અંગે રજૂઆત કરે તે પહેલા જ ગામસભામાં તલાટી અને જાગૃત નાગરિક વચ્ચે તું તું મેમે સર્જાઈ હતી અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
જ્યારે ગામના સમજદાર આગેવાનોએ વચ્ચે પડી સમાધાન કરવા માં આવ્યું હતું.ગ્રામ પંચાયતમાં નાગરિકો રજૂઆત કરે તે પહેલા જ તલાટી ગ્રામસભા છોડીને પોતાના ચેમ્બરમાં જતાં રહ્યાં હતા. જ્યારે તલાટી સભાના એજન્ડા વાંચી પછી ગામલોકો દ્વારા ચેમ્બરમાંથી પરત ના આવતા હોબાળા જેવી સ્થિતિ સર્જાઇ હતી. પંચાયતના સભ્યો અને નાગરિકો સભામાં હાજરી આપી હતી પણ સભામાં હોબાળો મચતા નાગરિકો સભા છોડીને સભા ખંડની બહાર નીકળી ગયા હતા.
Tags bhildi Panchayat Tu Tu Me Me