અંબાજી-દાંતા હાઇવે માર્ગ પર ત્રિશુલિયા ઘાટીમાં ટ્રકનો નડ્યો અકસ્માત

બનાસકાંઠા
બનાસકાંઠા

દાંતા તાલુકામાં માર્ગ મોટા ભાગે પહાડી અને ઢળાંગ સાથે ઘાટી વિસ્તાર હોવાના કારણે અવાર-નવાર અકસ્માતોની ધટનાઓ બનતી હોય છે. દાંતા તાલુકામાં હજી અકસ્માતોનો સિલસિલો યથાવત છે. ત્યારે ગત સાંજે દાંતાના હાઇવે માર્ગ પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારે બીજી ઘટના મોડી રાત્રે દાંતા-અંબાજી હાઇવે માર્ગ વચ્ચે એક ટ્રક અકસ્માતનો ભોગ બન્યો હતો. અંબાજી દાંતા હાઇવે માર્ગ પર આવેલા ત્રિસુલિયા ઘાટીમાં ટ્રકને અકસ્માત નડ્યો હતો. અંબાજી તરફથી આવી રહેલા ટ્રકનો ત્રિસુલીયા ઘાટીમાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ટ્રક રોડની સાઈડમાં 10 ફૂટ ઊંડી ખીણમાં પલટી મારી હતી. ઘટનાની જાણ 108 અને પોલીસને થતા 108ની ટીમ અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ટ્રક ખીણમાં પલટી જતા ટ્રક નીચે 1 ફસાયા હોવાની વિગતો મળી હતી. ત્યારે પોલીસ દ્વારા ટ્રકને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવાઈ જેમાં રાહદારીઓ પણ મદદ માટે સામે આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.