પાલનપુર શહેરના માર્ગો ઉપર અડિંગો જમાવીને બેસેલા પશુઓથી પરેશાન

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર શહેરનાં એરોમા સર્કલ, હનુમાન ટેકરી, કોઝી વિસ્તાર, નવા બસ સ્ટેન્ડ સહિતના મુખ્ય માર્ગો સતત 24 કલાક વાહનોથી ધમધમતા હોય છે. ત્યારે શહેરના અનેક વિસ્તારના માર્ગો પર રખડતા ઢોરો અડિંગો જમાવીને માર્ગની વચ્ચોવચ બેસી રહેતા વાહન ચાલકો તથા લોકોને અકસ્માતનો ભય સતાવતો હોય છે. પાલનપુર શહે૨ના હાઇવે પર એરોમા સર્કલ, હનુમાન ટેકરી, સુખબાગ રોડ, કોઝી, નવા બસ સ્ટેન્ડ સહિતના શહેરના અનેક વિસ્તારોમાં રખડતા ઢોર રોડની વચ્ચોવચ અડિંગો જમાવીને બેસવાના કારણે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. તેમજ કેટલાક બાઈક ચાલકો અને રાહદારીઓ આ રખડતા ઢોરોની અડફેટમાં આવતા હોય અને તેઓને નાની મોટી ઇજાઓ પણ થતી હોવાના બનાવ પણ બન્યા છે. જેથી આ રખડતા ઢોરોનાં કારણે કોઈ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવે તે પહેલા મુખ્ય માગી પર અડીંગો જમાવીને બેસી રહેતા રખડતા ઢોરોને રસ્તા પરથી હટાવવામાં આવે અને અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તેમ વાહન ચાલકો અને નગરજનો તથા રાહદારીઓ ઈચ્છી રહ્યા છે. હવે પાલનપુર પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે રોડ રસ્તા ઉપર અડીંગો જમાવીને બેસી રહેતા ઢોરોને હટાવી તેવી લોક માગણી ઉઠવા પામી છે.પાલનપુર શહેરના અનેક વિસ્તારોમા જેવી રીતે કે 13 ગાયો જુના ગંજનાં દરવાજા આગળ, 7 ગાયો ગુરૂનાનક ચોકમાં, 16 ગાયો પુલના છેડે, 8 ગાયો કોઝી પર, 9 ગાયો ગીતાંજલિ કોપ્લેક્સ આગળ, 23 ગાયો નવા બસ સ્ટેસન, 3 ગાયો કૉલેજ આગળ, 7 ગાયો વિજ કંપનીની સામે, 13 ગાયો હાઇવે પેટ્રોલ પંપ ની સામે, 1 ગાય ગવરર્મેન્ટ સર્કિટ હાઉસનાં દરવાજે , 2 ગાય દેવદર્શન કોમ્પલેક્ષ આગળ, 14 ગાયો ઇન્કમ ટેક્ષ ઓફીસ આગળ, 21 ગાયો હનુમાન ટેકરી, 6 ગાયો સુખબાગ રોડ પર 133 ગાયો બેસી રહે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.