છાપી નજીક ટ્રિપલ અકસ્માત, માં-દીકરી સહિત ચાર ના મોત : ચાર ને ઇજા

બનાસકાંઠા
બનાસકાંઠા

તસ્વીર : સુરેશ અગ્રવાલ  (પ્રતિનિધિ : છાપી)

વહેલી સવારે પાલનપુર-મહેસાણા હાઇવે બન્યો રક્તરંજીત : હાઇવે ઉપર ટ્રાફિક જામ થતા લાંબી કતારો લાગી સગાભાઈ ના બેસણાં માં રાજસ્થાન જતી બહેન અને ભાણી નું કમકમાટી ભર્યું મોત વડગામ તાલુકાના છાપી નજીક મજાદર હાઇવે ઉપર આવેલ ચોકડી ઉપર બુધવાર વહેલી સવારે ટેઇલર, ટ્રક અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.અકસ્માત માં માતા અને પાંચ વર્ષ ની માસૂમ દીકરી સહિત કુલ ચાર લોકો ના કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે ચાર લોકો ને ગંભીર ઇજાઓ થતા ૧૦૮ દ્રારા પાલનપુર સિવિલ માં ખસેડવામાં આવ્યા હતા.

રાજસ્થાન ના સાંચોર નો ચૌધરી  પરિવાર ધંધા અર્થે અમદાવાદ સ્થાયી થયો હતો જોકે રાજસ્થાન માં ચાર દિવસ પહેલા ભાઈ નું  મોત થતા તેઓ  કારજ માં પરિવાર જઈ  રહ્યો હતો. તે દરમિયાન પાલનપુર – મહેસાણા હાઇવે ઉપર આવેલ છાપી નજીક મજાદર ચોકડી ઉપર બુધવાર વહેલી સવારે પાવડર ભરેલ ટેઇલર અને બાજરી ભરેલ ટ્રક સહીત કાર વચ્ચે ગમખ્વાર  ટ્રિપલ અકસ્માત સર્જાતા કાર માં સવાર મહિલા અને તેમની પાંચ વર્ષીય દીકરી સહિત કુલ ત્રણ લોકો ના ઘટના સ્થળે તેમજ એક નું સારવાર દરમિયાન કમકમાટી ભર્યું  મોત નીપજ્યું હતું.

જ્યારે મૃતુક મહિલા ના પતિ તેમજ તેમના દીકરા સહિત અન્ય ત્રણ મળી કુલ પાંચ લોકો ને ગંભીર ઇજાઓ થતા પિતા – પુત્ર ને  ૧૦૮ માં તેમજ અન્ય ત્રણ ઇજાગ્રસ્તો ને ખાનગી વાહન માં સારવાર માટે પાલનપુર સિવિલ માં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત ના કારણે હાઇવે ઉપર ટ્રાફિક જામ થતા અફડાતફડી નો માહોલ સર્જાયો હતો.જોકે છાપી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા રાબેતા મુજબ કરી મૃતુકો ના મૃતદેહ ને પીએમ માટે વડગામ સિવિલ માં ખસેવામાં આવ્યા હતા. ગમખ્વાર અકસ્માત ના કારણે ત્રણે વાહનો ના ફુરચા રોડ ઉપર વેરાયા હતા અને લોકો ના ટોળેટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. અને બચાવ કાર્ય માં જોડાઈ માનવતા નું ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

અકસ્માત માં ભોગ બનનાર મૃતુકો ના નામ

(૧) શોભદેવી ભોપારામ ચૌધરી ઉ.વ. ૩૩ રહે. કાસેલા જી.સાંચોર

(૨) સંજુ ભોપારામ ચૌધરી ઉ.વ. ૫ રહે. કાસેલા જી.સાંચોર

(૩) જાનીખાન મહોબતખાન બલોચ ઉ.વ. ૪૨ રહે.વિઝાસર જી.બાડમેર

(૪) સલીમખાન મેરૂખાન સમેઝા રહે. બુઠિયા જી.બાડમેર

ઇજાગ્રસ્તો ના નામ

ભૂપારામ ગજાજી ચૌધરી 38

કિરણભાઈ રામારામભાઈ ચૌધરી 18

હિતેશકુમાર ભુપારામ ચૌધરી 11

અન્ય એક

રાજસ્થાની ચૌધરી પરિવાર ઉપર આભ તૂટ્યું: મૂળ રાજસ્થાન નો ચૌધરી પરિવાર અમદાવાદ ખાતે રહે છે.જોકે અકસ્માત માં મૃતુક મહિલા નો સગા ભાઈ નું ચાર દિવસ પૂર્વે અવસાન થતાં ચૌધરી દંપતી પરિવાર સાથે મૃતુક ના કારજ માં વતન જઈ રહ્યા હતા તે દરમિયાન અકસ્માત થતા કાર માં સવાર બહેન અને પાંચ વર્ષીય ભાણી નું કરુણ મોત નિપજતા ચૌધરી ઉપર આભ તૂટી પડ્યું હતું અને પરિવાર માં માતમ છવાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.