હરણીની ઘટનાના મૃતકોને પાલનપુરની શાળામાં શ્રદ્ધાંજલી અપાઈ

બનાસકાંઠા
બનાસકાંઠા

જ્યભરમાં શોકનો માહોલ છવાયેલો છે. વડોદરામાં શાળાના બાળકો હરણી તળાવમાં બોટ પલટી જતા પાણીમાં ડૂબી ગયા હતા. શિક્ષકો અને બાળકોના પાણીમાં ડૂબી જતા મોતને લઈ રાજ્યમાં શોખ છવાયેલો છે. આ દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં મૃતક બાળકો અને શિક્ષકોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.


કાણોદરની શાળાને 150 વર્ષ પૂર્ણ થયા છે. જેને લઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં યુવાન આઈપીએસ અને અમદાવાદ શહેર ટ્રાફિક ડીસીપી સાફીન હસન પણ ઉપસ્થિત હતા. સાફીન હસન કાણોદરના છે અને તેઓ કાર્યક્રમમાં હિસ્સો લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકો, મહેમાનો અને સ્થાનિકોએ મૌન પાળીને મૃતકોને શ્રદ્ધાંજલી અર્પી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.