પાલનપુરના સાગ્રોસણાના સેવા નિવૃત આર્મી જવાનનું સન્માન

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર તાલુકાના સાગ્રોસણા ગામના વતની આર્મી જવાન હર્ષદભાઈ પ્રેમજીભાઈ લોહ આર્મીમાં મા ભોમની રક્ષામાં 17 વર્ષની સેવા પુરી કરી સેવા નિવૃત થતા માદરે વતન આવ્યા હતા અને પાલનપુર રેલવે સ્ટેશનથી ગઠામણ પાટિયાથી સાગ્રોસણા ગામ સુધી વિશાળ બાઈક રેલી યોજી ઉમળકાભેર વીર સપૂતનું દબદબાભેર ફૂલહાર, શાલો પહેરાવી ડિજેના તાલ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. હજારોની મેદની ઉમટી પડી હતી. સન્માન સમારંભ કબીર આશ્રમ સાગ્રોસણામાં સેવા નિવૃત્તઆર્મી જવાનનું સન્માન ગ્રામજનો, મિત્રો, અગ્રણીઓ સ્નેહીજનો દ્વારા સ્વાગત કરાયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.