ઘરની આજુબાજુ, ખેતરના શેઢે-પાળે વૃક્ષો રોપવા જાેઇએ : ગજેન્દ્રસિંહ પરમાર

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુર તાલુકાના મોરીયા બનાસ મેડીકલ કોલેજ ખાતે અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને ૭૩ મા જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી વૃક્ષારોપણ કરી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે વન મહોત્સવની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, ચોમાસાની ઋતુમાં આપણા ઘેરની આજુબાજુ, ખેતરના શેઢે-પાળે વૃક્ષો રોપવાનું પવિત્ર કાર્ય કરવું જાેઇએ. તેમણે ક્લાયમેન્ટ ચેન્જના પડકારો અને વૃક્ષોનું મહત્વશ સમજાવતાં જણાવ્યુંવ કે, વૃક્ષો મનુષ્યોના જીવનમાં જન્મથી લઇ મૃત્યુ સુધી આપણો સાથ ક્યારેય છોડતા નથી ત્યારે દરેક વ્યક્તિએ વૃક્ષોનું મહત્વ
સમજી વૃક્ષો વાવે તે જરૂરી છે. હજારોજીવ, જંતુ, પશુ, પક્ષી સહિત સમગ્ર સજીવ સૃષ્ટિોના અસ્તિવત્વ માટે પણ વૃક્ષો હોવા બહુ જરૂરી છે ત્યારે આપણે સૌ સાથે મળી વધુમાં વધુ વૃક્ષો વાવી બનાસકાંઠા જિલ્લાને વૃક્ષોથી હર્યોભર્યો લીલોછમ્મ બનાવીએ. મંત્રીએ કહ્યું કે,
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી આપણે પ્રતિવર્ષ વન મહોત્સવની ઉજવણી કરીએ છીએ. તેમણે ઉમેર્યુ કે, ભૂતકાળમાં વન મહોત્સવની માત્ર ગાંધીનગરમાં થતી હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલ સાંસ્કૃતિક વનોના નિર્માણની પરંપરાના લીધે છેલ્લા ૧૮ વર્ષમાં રાજ્યમાં ૨૧ જેટ- લાં સાંસ્કૃતિક વનોનું નિર્માણ થયું છે.આ વર્ષે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના દૂધરેજ ખાતે નર્મદા કેનાલની બાજુમાં વટેશ્વર વનનું લોકાર્પણ કરીને ૭૩ મા વન મહોત્સવની ઉજવણી કરાવી છે. તેમણે કહ્યું કે, આપણું ગુજરાત વન, રણ અને દરીયાકિનારાની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિ ધરાવતુ રાજ્ય છે. રાજ્યમાં વૃક્ષોની સંખ્યા વધારવા માટે વન વિભાગ દ્વારા દર વર્ષે મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવે છે જેના લીધે વૃક્ષોની સંખ્યામાં નોંધપાત્ર
વધારો થયો છે. તેમણે જણાવ્યું કે, વનો અને વન્યજીવ સૃષ્ટિ વિના માનવ જીવન શક્ય નથી એ બાબત આપણે કોરોનાના સમયમાં સારી રીતે સમજી શક્યા છીએ. વૃક્ષો આપણને ઓક્શીજન- પ્રાણવાયુ આપે છે ત્યારે વૃક્ષોને વાવી તેનું બાળકની જેમ જતન કરી ઉછેર કરીએ.
આ પ્રસંગે સંસદ સભ્ય પરબતભાઇ પટેલે જણાવ્યું કે, ભૂતકાળમાં રાજયકક્ષાના વન મહોત્સવની ઉજવણી ગાંધીનગર ખાતે કરવામાં આવતી હતી પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજયકક્ષાના વનમહોત્સવની ઉજવણી રાજયભરમાં વિવિધ જિલ્લાઓમાં કરવાની શરૂઆત કરતાં પ્રજા હવે ઉત્સાખહભેર આ કાર્યક્રમમાં સામેલ થાય છે. તેમણે કહ્યું
કે ગુજરાતને હરીયાળું બનાવવા રાજય સરકાર ધ્વારા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. રાજ્ય સભાના સાંસદ દિનેશભાઇ
અનાવાડીયાએ જણાવ્યું કે, વૃક્ષો વાવી તેની યોગ્ય માવજત અને જાળવણી કરી ઉછેર કરવામાં આવે ત્યારે જ સાચા અર્થમાં વન મહોત્સવ સાર્થક થશે. તેમણે કહ્યું કે, કોરોનામાં આપણને સૌનેપ્રાણવાયુની કિંમત સમજાઇ છે ત્યારે વધુમાં વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવો જ પડશે. સરકારી પડતર જમીન પર વૃ ક્ષો વાવી જિલ્લાને હરીયાળો બનાવવા તેમણે અપીલ કરી હતી. સીડ બોલ બનાવી વૃક્ષારોપણ માટે
શ્રેષ્ઠ કામગીરી કરનાર બનાસ ડેરી વતી એમ.ડી. સંગ્રામસિંહ ચૌધરી તથા વન સંવર્ધન ક્ષેત્રે વન વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ,કર્મચારીઓનું મંત્રીના હસ્તે પ્રશસ્તિપ ત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં બનાસકાંઠાના નાયબ વન સંરક્ષક પી.જે.ચૌધરીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.