થરાના જલારામ મંદિરના બગીચામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

કાંકરેજ તાલુકાના થરા નગરમાં ગુજરાત સરકાર દ્વારા વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો સંદેશ અંતર્ગત શિહોરી રાધનપુર નેશનલ હાઈવે ઉપર આવેલા થરા જલારામ બાપાના મંદિર પરિસરમાં લોહાણા મહાપરિષદની પ્રેરણા થી જલારામ બાપાના પર્યાવરણ પ્રેમી ભક્તગણ તેમજ થરા નગર શહેરના પ્રતિષ્ઠિત આગેવાનો દ્વારા મંદિરના બગીચામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.ભારતમાં ગ્લોબલ વોર્મિંગ ની પર્યાવરણ ઉપર ભારે અસર વર્તાઈ રહી છે ત્યારે ઋતુઓ પર પણ થતી તેની અસરને પહોંચી વળવા દેશના પ્રત્યેક શહેરો તેમજ ગામડાઓમાં વૃક્ષો વાવવા જરૂરી બન્યા છે. આ વૃક્ષારોપણ કાર્યક્રમ દ્વારા વૃક્ષારોપણ કરીને કાંકરેજ, થરા શહેર તેમજ બનાસકાંઠાના તમામ ગામોમાં વસતા નાગરિકોને પોતાના ગામ, શહેર,ઘર કે ખેતરમાં વૃક્ષો વાવવા માટેનો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો.જલારામ બાપામંદિર થરામાં યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં થરા નગર પાલિકા પ્રમુખ ,થરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.,ડેપ્યુટી એન્જિનિયર ,અગ્રણીઓ તેમજ જલારામ સત્સંગ મહિલા મંડળ થરાની તમામ બહેનોએ સાથે મળીને જલારામ મંદિર બગીચા તેમજ પ્રાગણમાં 154 વૃક્ષો વાવીને વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો કહેવતને સાર્થક કરી હતી.આ પ્રેરણાદાયી અવસરે લોહાણા મહાપરિષદના પ્રમુખ,પર્યાવરણ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ,ઉતર ગુજરાત ઝોન ,બનાસકાંઠા રીજીયન પર્યાવરણ સમિતિ ચેરમેન સહિત સૌએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.