પાલનપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા પાલિકાના વિપક્ષ નેતા મેદાનમાં

ફિલ્મી દુનિયા

બનાસકાંઠા જિલ્લાના નવ વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતની પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારોને જીતડવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. પાલનપુર વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા નેતાઓ પ્રચારના મેદાનમાં ઉતર્યા છે.

ત્યારે નગરપાલિકાના વિપક્ષ નેતા અંકિતાબેન ઠાકોર પણ પાલનપુર વિધાનસભા વિસ્તારમાં અને પાલનપુર શહેરમાં ડોર ટુ ડોર પ્રચાર કરી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની હાકલ કરી રહ્યા છે. શહેરમાં બાળકોને ચોકલેટ અને ટોપી આપી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પાલનપુર વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પર કોંગ્રેસ દ્વારા સીટિંગ ધારાસભ્યને ફરી એક વખત રીપીટ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર તરીકે મહેશભાઈ પટેલને ટિકિટ આપી મેદાને ઉતાર્યા છે. ત્યારે ઉમેદવારને જીતાડવા નેતાઓ સહિત કાર્યકર્તાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.