ડીસા આખોલ ચારરસ્તા પર ટ્રાફિક જામ : ભારે ટ્રાફિક જામ વચ્ચે નાના વાહન ચાલકો ફસાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

ડીસા નજીકના આખોલ ચાર રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યાને વાહનચાલકો ભારે પરેશાની ભોવવી રહ્યા છે.રસ્તા પર પડેલા મસમોટા ખાડાઓને લઇ વાહનોની લાંબી લાઈનો લાગી જતા કલાકો સુધી ટ્રાફિક જામ થઈ જવા પામ્યું હતુ ભીલડી તરફ થી આવતા રોડ પર આખોલ ચારરસ્તા થી 2 કિલોમીટર સુધી ટ્રકો ની લાઇન લાગી ગઇ હતી જેમાં અનેક નાના વાહન ચાલકો પણ ફસાઈ ગયા હતા છેલ્લા કેટલાક દિવસોથી આખોલ ચારરસ્તા નજીક ટ્રાફિક જામ થઈ રહ્યો છે પોલીસ દ્વારા પણ સતત ફરજ બજાવી ટ્રાફિક હળવો કરવા નો પ્રયત્ન કરવાં આવે છે તેમ છતાં રોડ પર ખાડાઓ ના કારણે વાહનચાલકો ને ટ્રાફીક સમસ્યાની સાથે મોટી મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં વહીવટી તંત્રને આ બાબતે કોઈ જ રસ નથી અને હાઈવે ઓથોરિટી પણ વાહન ચાલકો પાસેથી મોટો ટેક્સ વસુલે છે તેમ છતાં હાઇવે પર પડેલા ખાડાઓની સમસ્યા નિવારણ માટે આંખ આડા કાન કરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.