પાલનપુરના ન્યુ થ્રીલેગ એલિવેટેડ બ્રિજ પર ટ્રકની બ્રેક ફેલ થતા ટ્રાફિક જામ : વાહન ચાલકો અટવાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

પાલનપુરના ન્યુ થ્રિ લેગ એલિવેટેડ બ્રિજ પર ટ્રકની બ્રેક ફેલ થતા ટ્રક ત્યા જ ખોટકાયો હતો. જેથી ટ્રાફિક જામ સર્જાયો હતો. આબુરોડ તરફથી આવી રહેલો ટ્રક બ્રિજમાં અધ વચ્ચે પહોંચતા ટ્રકની બ્રેક ફેલ થઈ હતી. જેથી ટ્રક પાછું પડતા ટ્રક રોડ વચ્ચે આડો થઈ ગયો હતો. જેના કારણે બ્રિજ પર આવતા જતા વાહન ચાલકો અટવાયા હતા. જોકે, બનાવના પગલે પાલનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

પાલનપુર આરટીઓ સર્કલ પર અંબાજી જવા માટે રેલવે ફાટક પર કરોડો રૂપિયાના ખર્ચે થ્રી લેગ એલિવેટેડ બ્રિજ બાંધવામાં આવ્યો છે. જેમાં ભારે વાહનોને આબુરોડ તરફ અવર જવર માટે બ્રિજ નીચે માર્ગ બનવવામાં આવેલ છે, તેમ છતાં મોટા ભાગના ભારે વાહનો બ્રિજ પર પસાર થઇ રહ્યા છે. ત્યારે આબુરોડ તરફથી આવી રહેલ એક ટ્રકની થ્રી લેગ બ્રિજ પર બ્રેક ફેઇલ થઇ જતા ચાલકે ટ્રક ઉભુ રાખવા પ્રયાસ કર્યો હતો. જોકે, ટ્રક બ્રિજ પર આડો ઉભો થઈ ગયો હતો. જેને લઇ બ્રિજ પર અવર જવરનો માર્ગ બંધ થઇ જતા વાહનોની લાંબી કતારો લાગી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.