ડીસામાં તેમજ ગ્રામીણ વિસ્તારના થેરવાડા ગામમાં પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી
જેમાં ડીસા શહેરમાં અંદાજિત 100 થી પણ વધુ જાહેર સ્થળો, મંદિર અને સોસાયટી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પણ પરંપરાગત રીતે હોળી પ્રગટાવી લોકોએ તેની પ્રદક્ષિણા કરી પરિવાર અને સમાજમાં સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. ત્યારે ડીસા શહેર તેમજ ડીસા તાલુકાના થેરવાડા ગ્રામીણ વિસ્તારોમાં પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડીસા શહેરમાં જાહેર સ્થળો , મંદીર તેમજ સોસાયટીઓમાં 100 થી પણ વધુ જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવી હતી. ડીસા તાલુકાનાથેરવાડા ગામે પણ સાંજે પરંપરા મુજબ ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાની ‘હોળી’ ખડકવામાં આવી હતી. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે એકઠા થઇ શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવવામાં આવી હતી.ત્યારબાદ લોકો તેની પ્રદક્ષિણા કરી શ્રીફળ,ખજૂર, ધાણી વગેરે પવિત્ર મનાતી વસ્તુઓ હોમી પૂજન કર્યું હતું અને સમાજમાં અને પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે તે માટે પ્રાર્થના કરી હતી.