દાંતા અંબાજી હાઇવે માર્ગ પર ટ્રેક્ટરને નડ્યો અકસ્માત :ડ્રાઇવરનું સારવાર દરમિયાન મોત
બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો મોટાભાગે પહાડી અને ઢળાગવાળો વિસ્તાર છે. દાંતા તાલુકામાં મોટાભાગે આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. દાંતા તાલુકામાં અનેકો બેફામ વાહનચાલકોના લીધે પણ અકસ્માતો સર્જાતા હોય છે. તો સાથે સાથે આ વિસ્તાર ઠલાંગ અને પહાડી હોવાના કારણે પણ અમુકવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે આજે સાંજે દાંતા અને અંબાજી હાઇવે માર્ગ પર ટેક્ટરને અકસ્માત સર્જાયો હતો.
આજે સાંજે દાંતા અંબાજી હાઈવે માર્ગ પર ટ્રેક્ટરનો અક્સ્માત સર્જાતા ટ્રેક્ટર ખાઈમાં પડ્યું હતું. દાંતા નજીક આવેલા રસુલપુરાના પાટીયા પાસે ટ્રેક્ટરને અકસ્માત નડ્યો હતો. જેમાં ટ્રેક્ટરમાં 2 જણાં સવાર હતા. ટ્રેક્ટર રોંગ સાઈડમાં જઈ સાત ફૂટ ખાઈમાં ખાબક્યું હતું. ટ્રેક્ટરના ડ્રાઇવરને વધુ ઈજા થઈ હતી. આ ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ટ્રેક્ટરના ડ્રાઇવરને વધુ ઇજા થતા 108 મારફતે દાંતા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આ અકસ્માતમાં વધુ ઈજાઓ આવેલી ટ્રેક્ટર ડ્રાઇવરનું મોત નીપજ્યું હતું.