બનાસકાંઠા જિલ્લામાં નદીઓમાં રોકટોક વિના ધૂબાકા મારતા પર્યટકો

બનાસકાંઠા
બનાસકાંઠા

બનાસકાંઠામાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અમીરગઢ,દાંતીવાડા,ડીસા અને કાંકરેજને સાંકળતી બનાસનદી, બાલારામનદી, ધારમાતાનું મંદિર,દાંતાની અર્જુની નદી, દાંતાનો બુજડાનો ધોધ, વડગામનો પાણીયારીનો ધોધ સહિત નાના ઝરણાં જીવંત બન્યા છે. રજા ઉપરાંત આડે દિવસે આ સ્થળોએ પર્યટને જતાં હોય છે.અને પોતાના બાળકો સાથે વિના રોકટોક નદીના પાણીમાં ન્હાવા પડી જીવ જોખમમાં મુકી રહ્યા છે. જ્યાં ગતરોજ ઇકબાલગઢ નજીક વિશ્વવેશ્વર મહાદેવજીના મંદિર નજીક બે કાંઠે વહેતી નદીમાં મોટી સંખ્યામાં લોકો ન્હાતા જોવા મળ્યા હતા. ત્યારે પોલીસ તેમજ સ્થાનિક અગ્રણીઓ દ્વારા આવા સ્થળે પોઇન્ટ મુકવા માંગ ઉઠી છે.પાલનપુર તાલુકા પીઆઈ એ.વી.દેસાઈએ જણાવ્યું કે બાલારામ નદીના પાણીમાં અગાઉ ડૂબી જવાથી મોતની ઘટનાઓ બની હતી. જ્યાં પોલીસ પોઇન્ટ મુકાયો છે. ધારમાતા મંદિર નજીક પણ પોલીસ પોઇન્ટ મુકાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.