ધાનેરા ખાતે ઉચ પાળિયા તળાવમાં ૧.૫૦ કરોડથી પણ વધુના ખર્ચે નિમિર્ત પર્યટક સ્થળનું લોકાર્પણ

બનાસકાંઠા
dhanera
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ધાનેરા : ધાનેરા ફતેપુરા રોડ પર આવેલું ઉચ પાળિયા તળાવમાં૧.૫૦ કરોડથી પણ વધુના ખર્ચે પર્યટક સ્થળ બનાવવા માટે તળાવને સુશોભન કરવામાં આવ્યું છે અને તે સમગ્ર કામગીરી પૂર્ણ થઇ જતા આ ઉચ પાળિયા તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
ધાનેરાના લોકો માટે સૌપ્રથમ તો પર્યટક સ્થળ તરીકે મામા બાપજીના મંદિરને પર્યટક સ્થળ બનાવવા માટે પાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતભાઈ બારોટ સહિત નગરપાલિકામાં કોંગ્રેસના સદસ્યોએ પ્રશંશનીય કામગીરી કરી છે.તે બાદ ઉચ પાળિયા તળાવ ખાતે પણ લોકો અવરજવર કરી શકે તેવા હેતુથી ત્યાં પણ ૧.૫૦ કરોડ કરતા વધુના ખર્ચથી પર્યટક સ્થળ બનાવવામાં આવ્યું છે તે જગ્યાને લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે. નગરપાલિકાના સદસ્ય સહિત કર્મચારીઓને પણ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ સમગ્ર કામગીરી કરનાર શ્રી વાંકલ કૃપા કન્સ્ટ્રકશનના મનવરસિંહ અરજનસિંહ દેવડા દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને સારી કામગીરીને લઇ તેમનું પણ પાલિકાના સત્તાધીશો દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે ધાનેરા નગરપાલિકા અને કોંગ્રેસના પ્રમુખ સદસ્ય સહિત નગરપાલિકાના કર્મચારીઓ પર ધાનેરાના વિકાસ માટે હંમેશા તત્પર જ હોય છે. લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય નથાભાઈ પટેલ, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ ગઢવી, ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઇતાભાઈ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવતભાઈ બારોટ, પ્રમુખ યુસુફખાન બેલીમ, ઉપપ્રમુખ વસંતીબેન ગલચર, બાંધકામ સમિતિના ચેરમેન જયેશભાઇ સોલંકી, રામભાઈ સોલંકી સહીત નગરપાલિકાના કર્મચારીઓ તેમજ સદસ્યો હાજર રહ્યા હતા અને કોરોનાવાયરસ ને ધ્યાનમાં લઇ સોશિયલ ડિસટન્સ તેમજ સેનિટાઇઝર નો ઉપયોગ કરી આ કાર્યક્રમને સુખરૂપ સંપન્ન કરવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.